છોટાઉદેપુર જિલ્લાના સમડી ગામમાં રહેતા 27 વર્ષીય યુવાન ગોપીચંદ રાઠવા જંગલમાં બકરા ચરાવવા ગયો હતો સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ગોપીચંદ બકરા લઈને ઘરે આવ્યો ત્યારે બકરા વાડામાં ઘુસી ન જાય તે માટે બકરા વાળવા પોતાની માતા કવિતાબેન ને બુમો પાડતા માતા કવિતાબેન જલ્દી બકરા વાળવા ન જતા ગુસ્સે ભરાયેલા ગોપીચંદ રાઠવા એ હાથમાં રાખેલી કુહાડીથી પોતાની જનેતા માતા ઉપર હુમલો કર્યો અને જોતજોતામાં માતા કવિતાબેનને કમરના ભાગે કુહાડીની મુદર ઝીકી દેતા કવિતાબેન જમીન ઉપર પડી. કવિતાબેન ને સારવાર અર્થે લઈ જાય તે પહેલાં જ મૃત્યુ થયું, બનાવને લઈને કવિતાબેન ના પતિ રમણભાઈ રાઠવાએ કદવાલ પોલીસ ને ફરિયાદ કરતાં કદવાલ પોલીસે પુત્ર વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી ફરાર ગોપીચંદ ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

