Gujarat

કરૂણાની ટીમે 5 વર્ષમાં 9,576 પશુપક્ષીના જીવ બચાવ્યાં

ભરૂચમાં પ્રાણીઓ માટે કાર્યરત કરવામાં આવેલી કરૂણા એમ્બયુલન્સની ટીમે 5 વર્ષમાં 9,576 પશુઓના જીવ બચાવ્યાં છે. જિલ્લામાં એક માત્ર એમ્બયુલન્સ ફાળવવામાં આવી હોવા છતાં તેમની કામગીરી સરાહનીય રહી છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 1962 એમ્બયુલન્સ સેવા શરૂ કરાવી હતી. જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં એક એમ્બયુલન્સની ફાળવણી કરવામાં આવી હતી. કોઇ પણ જગ્યાએ ઇજાગ્રસ્ત પશુ કે પક્ષી દેખાય તો 1962 નંબર પર ફોન કરવાનો હોય છે.
આ સેવાને પાંચ વર્ષ પુરા થયાં છે ત્યારે ભરૂચમાં કરૂણા એમ્બયુલન્સની ટીમે અત્યાર સુધીમાં 9,576 પશુ- પંખીઓની સારવાર કરી છે. કરૂણાની ટીમના વેટરનરી તબીબ ડૉ. નિરવ પટેલ, પાટલોટ કલ્પેશ પટેલ અને પ્રોગ્રામ મેનેજર ડૉ. રવિ રીંકે, કો-ઓર્ડીનેટર યોગેશ દોશી અને સુપરવાઇઝર ઇરફાન દિવાન તથા સ્ટાફે ભેગા મળી કેક કાપી ઉજવણી કરી હતી. કરૂણા ટીમની કામગીરી પર નજર નાખવામાં આવે તો 5 વર્ષમાં 7,417 શ્વાન, 1,003 ગાય, 444 બિલાડી, 361 કબુતર અને 02 મોર સહિત અન્ય પશુપક્ષીઓની સારવાર કરવામાં આવી છે.
આ તમામ કોલ તેમને ભરૂચ શહેરમાંથી મળ્યાં હતાં. પશુઓની સારવાર માટેની કેટેગરીની વાત કરવાાં આવે તો પશુઓના અકસ્માતના 1,481, ઇજાના 1,498, ડોગબાઇટના 533, ડરમિટાઇસના 429, લેમનેસના 253 અને ફ્રેકચરના 555 કેસ કરૂણાની ટીમે હેન્ડલ કર્યા છે. આગામી દિવસોમાં પણ આવી જ કામગીરી ચાલુ રાખવામાં આવશે તેવી નેમ વ્યકત કરાય છે.
Attachments area

IMG-20221007-WA0109.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *