બોડેલી નગરમાં આજે ગરમીનો પારો ૪૧ ડિગ્રી કરતાં વધુ થતાં લોકો હેરાન પરેશાન થયા હતા
રસ્તાઓ પર લોકોની અવરજવર ખુબ ઘટી ગઈ હતી
ગરમીની સાથે ગરમ પવન આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠીયા હતા
ગરમીનો પારો ૪૧ ડિગ્રી કરતાં વધુ નોંધાયો હતો ખાસ કરીને બપોરના સમયે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળ્યું હતુ
બપોરના સમયે લોકોની ચહલપહલ ખૂબ ઓછી જોવા મળી હતી ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનો અને બરફ નો સહારો લઈને ગરમીથી રાહત મેળવવાની કોશિશ કરી રહ્યા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સમયમાં ગરમી નો પારો વધવાની સંભાવના વર્તાઈ રહી છે હાલમાં જે રીતે ગરમી પડી રહી છે તે જોતાં પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

