ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારે લાખોની કિંમતના ૧૬ કિલો ચરસના પેકેટો મળી આવ્યા છે. આ નશીલા પદાર્થ ચરસના પેકેટો જિલ્લાના હિરકોટ બંદરેથી એસઓજીની ટીમને બાતમીના આધારે મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ જિલ્લાના દરિયા કિનારા ઉપર એસઓજી સહિતની પોલીસ ટીમો સઘન તપાસ કરી રહી છે. સંવેદનશીલ ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારા ઉપરથી બિનવારસુ હાલતમાં નશીલા પદાર્થો મળવાનો શીલસીલો યથાવત છે. જેમાં એસઓજીની ટીમને નશીલા પદાર્થ ચરસનો જથ્થો મળી આવ્યો છે. જે અંગે પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લામાં વેરાવળ નજીકના હિરકોટ બંદર ખાતેથી એસઓજી ટીમે ચરસના ૧૬ પેકેટો કબ્જે કર્યા છે. આ ૧૬ પેકેટોમાં ૧૬ કીલો જેટલું ચરસ હોવાનો અંદાજ છે. આ મામલે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ સોમનાથ મરીન પોલીસમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


