એક્સાઇઝ વિભાગ તથા પ્રશાશન દ્રારા સપાટો બોલાવતા બાર સંચાલકોમાં ફફડાટ…
ઉના – ગાંધીના ગુજરાતમાં આઝાદી પછીથી દારૂ બંધી લાગુ છે. પરંતુ સોરઠની સરહદે ઉના થી તદન નજીક આવેલ કેન્દ્રશાશીત પ્રદેશ દિવ માંથી વાર્ષિક કરોડો રૂ.નો વિદેશી દારૂનો જથ્થો બાર સંચાલકો સાથે સાંઠ ગાંઠ ધરાવતા બુટલેગરો દ્રારા ઠલવાતો હોવાની વાત જગજાહેર છે. અને વારંવાર આ બાબતની ફરીયાદો પણ ઉઠવા પામેલ ત્યારે કેન્દ્રશાશીત પ્રદેશના પ્રશાશક અને દિવને અસંખ્ય વિકાસ કામોની ભેટ આપનાર પ્રફુલભાઇ પટેલની સુચનાથી દિવ, ઘોઘલામાં દારૂનું લાઇસન્સ ધરાવતા કેટલાટ બાર માલીકો જે ગુજરાતમાં કરોડો રૂ.ના દારૂ સપ્લાયના ગુન્હામાં સંડોવાયેલા છે. તેવા બાર માલીકો સામે લાલ આંખ કરીને સાત જેટલા બારને કાયદાનું સીલ મારતા દિવના બાર માલીકોમાં ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. તેમ છતાં પણ હજુ દારૂ સપ્લાયને રોકવામાં પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. ખાસ કરીને ઘોઘલા ખાતે નામાંકીત બાર ધરાવતા સંચાલક પર ગુજરાત પોલીસમાં ગુન્હાઓ નોધાયેલા છે. તેવા આ બારના સંચાલકો બે ભાઇઓના ચાર જેટલા લાઇસન્સ સ્થગીત કરી તેના બારને એક્સાઇઝ વિભાગ દ્રારા સીલ મારવામાં આવેલ તે સીવાય આ નામાંકીત બારના સંચાલક પાસા હેઠળ જેલવાસ પણ ભોગવી ચુકેલ છે. તેમ છતાં પણ આ બારના સંચાલકો દ્રારા દારૂની સપ્લાય કરતા ઉના તાલુકાના અંજાર ગામના રસીક જીણા બાંભણીયા સાથે સાંઠગાંઠ કરી દારૂ સપ્લાયનું મસમોટુ નેટવર્ક ઉભુ કરેલ. ત્યારે આ અંજાર ગામનો કુખ્યાત બુટલેગર રસીક જીણા વિરૂધ્ધ પણ દારૂની સપ્લાયના ઉના પોલીસમાં ૧૦ થી વધુ ગુન્હા નોધાયેલા છે. અને આ શખ્સ દ્રારા સૈરાષ્ટ્રના અલગ અલગ ગામોમાં મોટાપાયે દારૂની સપ્લાય કરતો હોય અને મોટાભાગનો દારૂનો જથ્થો ઘોઘલાના નામાંકીત બારમાં બન્ને ભાઇઓની પણ સંડોવણી વારંવાર બહાર આવતા પ્રશાશન તેમજ એક્સાઇઝ વિભાગ દ્રારા દારૂનું નેટવર્ક અટકાવવા આવા બારો સીલ કર્યા હોવાનું સુત્રો માંથી જાણવા મળી રહ્યુ છે.


