ગોંડલ
ગોંડલ શહેરમાં સતત ટ્રાફિકથી ધમધમતા રહેતા જેતપુર રોડ પર જેલ ચોક ખાતે સાંજના સુમારે એક સ્વીફ્ટ કાર બેકાબુ બની હતી. કાર ચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા કારે એક્ટીવા, પાણીપુરીની લારીને અડફેટે લેતા અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. જ્યાં પોલીસે કારમાં સવાર કેટલા વ્યક્તિઓ હતા તેની તપાસ હાથ ધરી છે. ગોંડલના જેતપુર રોડ પર એક કાર ચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા કારે એક્ટિવા, પાણીપુરીની લારી સહિત ત્રણ લોકોને ઘાયલ કર્યા હતાં. જ્યાં કાર ચાલક સાર્થક શેખલીયા કમઢીયાથી રાજકોટ તરફ જતો હતો તે દરમિયાન અકસ્માત બન્યો હતો. બેકાબૂ કાર વાહનોને અડફેટે લઈ જેલ ચોકમાં આવેલી વંદના સલૂનના ઉંમરે અથડાઈને ઊભી રહી ગઈ હતી. સર્જાયેલા અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ઘાયલ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ વાયુ વેગે શહેરમાં પ્રસરી જતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. કાર ચાલક સાર્થક શેખલીયાને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. અકસ્માતમાં સતિષભાઈ કટામર, દક્ષાબેન કટામર અને શિવમ નિસાદને ઇજા થવા પામી હતી.


