Gujarat

છોટાઉદેપુર જિલ્લાના ૧૭ કેન્દ્ર ખાતે યોજાયેલી જીપીએસસીની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન  

છોટાઉદેપુર જિલ્લામાં ૧૩ કેન્દ્રો પર યોજાયેલી જીપીએસસી પરીક્ષામાં ૬૨.૩૭ ટકા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ હતી. તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર પરીક્ષા સંપન્ન થવા પામી હતી જેને લઇ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી નાયબ સેક્શન અધિકારી તેમજ નાયબ મામલતદાર વર્ગ ૩ની પરીક્ષાનું જિલ્લાના ૧૩કેન્દ્ર ઉપર આયોજન કરાયું હતું. જે પરીક્ષા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. છોટાઉદેપુર જિલ્લામાં લેવાયેલ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત નાયબ સેક્શન અધિકારી તેમજ નાયબ મામલતદાર વર્ગ ત્રણની સ્પર્ધાત્મક પરીક્ષામાં કુલ ૬૨.૩૭ ટકા ઉમેદવારો એ પરીક્ષા આપી હતી.  ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત નાયબ સેક્શન ન બને તે માટે અધિકારી તેમજ નાયબ મામલતદાર વર્ગ ત્રણની સ્પર્ધાત્મક પરીક્ષાનું છોટાઉદેપુર જિલ્લાના ૧૩ કેન્દ્રો ઉપર આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાની તૈયારીના ભાગરૂપે સંપૂર્ણ પારદર્શકતા સાથે સંપૂર્ણ આ કામગીરીને અંજામ આપવામાં આવ્યું
હતું. તેમ જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પરીક્ષા કેન્દ્રો ઉપર તેનાત કરવામાં આવ્યું હતું. પરંતુ સમગ્ર જિલ્લામાં લેવાયેલ પરીક્ષા દરમિયાન કોઈપણ અઈચ્છનીય બનાવ બનવા પામેલ ન હતું. અને સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર પરીક્ષા સંપન્ન થવા પામી હતી જેને લઇ તંત્રએ હારાકારો અનુભવ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20221016_212708.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *