Gujarat

છોટાઉદેપુરના આયુષ વિભાગના તબીબો દ્વારા એલોપેથી ડોકટરોને મળતા હક્કો આપવા આવેદનપત્ર

છોટાઉદેપુર જીલ્લા આયુષ વિભાગના તબીબોને સમાન હક્ક આપવા તથા વારંવાર થતો અન્યાય કાયમી ધોરણે દૂર કરવાની રજૂઆત સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆતો કરવામાં આવી હતી. છોટાઉદેપુર જીલ્લા પંચાયત હસ્તકના આયુષ વિભાગના તબીબોને સમાન હક્ક આપવા તથા વારંવાર થતો અન્યાયને કાયમી ધોરણે દૂર કરવાની રજૂઆત સાથે જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારમાં આયુષ વિભાગના તબીબોને એમ.બી.બી.એસ તબીબોની માફક તમામ હક અને લાભો સમાન ધોરણે આપવામાં આવે છે. સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓમાં આયુષ વિભાગના તબીબોને એમ.બી.બી.એસ તબીબોની માફ્ક સમાન પગારધોરણ ભથ્થા અને અન્ય હક્કો આપવા જણાવવામાં આવેલ છે. તાજેતરમાં આ તારીખ ૮-૪-ના રોજ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના એલોપેથીક તબીબોને કેન્દ્ર સરકારના સાતમા પગાર પંચ મુજબ નોન પ્રાઇવેટ
પ્રેક્ટિસ ઇન એલાઉન્સ આપવા માટેના હુક્મો કરવામાં આવેલ છે. પરંતુ આયુષ વિભાગના તબીબો માટે આજદિન સુધી આ પ્રકારના હુકમ કરવામાં આવ્યા નથી. આ મુદ્દે આરોગ્ય મંત્રી તેમજ નાણાં મંત્રી તથા સરકારમાં સંલગ્ન વિભાગના સચિવોને વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. પરંતુ આજદિન સુધી હુકમ થયેલ નથી. આજે ન ભૂતો ન ભવિષ્યતિ એવા ગ્લોબલ આયુષ સમિટ કાર્યક્રમથી વડાપ્રધાન વૈશ્વિક લેવલે આયુષને પ્રસ્થાપિત
કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ આયુષ્પના તબીબોને હળહળતો અન્યાય કરી ઓરમાયું વર્તન કરવામાં આવે છે. જેનાથી તબીબો આરોપ મિશ્રિત હતાશ અને નિશાની લાગણી પ્રવર્તે છે. આ ઉપરાંત આયુષના તબીબને એક સમાન ફેડર બઢતી ઉચ્ચતર પગાર ધોરણ અને વય નિવૃત્તિ મર્યાદામાં પણ અન્યાય કરવામાં આવેલ છે. માટે આયુષ તબીબોને બંધારણના આર્ટીક્સ ૧૪ પ્રમાણે સમાન હક્કે આપી ઉપરોક્ત અન્યાય દૂર કરી પ્રનોના ઝડપી ઉકેલ લાવવામાં આવે તેવી માંગણી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220418-215444_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *