Gujarat

જખૌ પાસે વાહન ચેકીંગ દરમ્યાન ત્રિપલ અકસ્માતમાં એકનું મોત

ભુજ
જખૌ પોલીસ મથકેથી પાપડી ચેક પોસ્ટ પાસે પોલીસ દ્વારા વાહન ચેકીંગ કામગીરી ચાલી રહી હતી. ત્યારે જખૌ તરફથી આવતું ટ્રેલર માર્ગ પર ઉભેલી મારુતિ વેન સાથે ટક્કર થઈ હતી. આ દરમ્યાન પોલીસ જીપ પણ સાથે પણ ટ્રેલર અથડાઈને માર્ગની જમણી બાજુ માર્ગ પરથી ઉતરીને ઝાડીમાં ઘુસી ગયું હતું. આ અકસ્માતમાં ટ્રેલરની અંદર બેઠેલો શખ્સ બહાર તરફ ફંગોડાઈને પાછળ તરફના ટાયરના ઝોટામાં આવી ગયો હતો. જેથી તેનું મોત થયું હતું. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા વાહન ચેકીંગ કામગીરી નજીકમાં રહેલી ચેકપોસ્ટના બદલે થોડે દુર કરવામાં આવી રહી હતી. ત્યારે તપાસ અર્થે માર્ગ પર ઉભી રાખવામાં આવેલી મારુતિ વેન પાછળ ટ્રેલર અથડાઈ પડ્યું હતું. જેના કારણે પોલીસ કામગીરી વિરુદ્ધ સવાલો ઉભા થયા છે.પશ્ચિમ કચ્છના સરહદી જખૌ નલિયા માર્ગ પર ગત મધરાતે પોલીસ દ્વારા વાહન ચેકીંગની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન પાપડી ચેક પોસ્ટ નજીક ટ્રીપલ અકસ્માતની ઘટના બની હતી. જેમાં જખૌ તરફથી આવી રહેલું ટ્રેલર રોડ પર ઉભેલી મારુતિ વેન સાથે અથડાયું હતું. જે બાદ પોલીસની જીપને ટક્કર મારી માર્ગ પરથી ઉતરી ગયું હતું. આ અકસ્માતમાં ટક્કર એટલી જાેરદાર હતી કે ત્રણેય વાહનો માર્ગ પરથી ફંગોડાઈને આસપાસની ઝાડીમાં ઘૂસી ગયા હતા. આ અકસ્માતમાં ટ્રેલરની ડાબી તરફ બેઠેલા અજાણ્યા શખ્સનું ટ્રેલરમાંથી પડી જતા પાછળના ટાયરના ઝોટા કચડાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *