Gujarat

ભાવનગરની કિડ્‌સ હટ સ્કુલમાં વાલીઓ માટે સ્પર્ધાનું આયોજન

ભાવનગર
વેસ્ટર્ન રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા સંચાલિત બાલ મંદિર/કિડ્‌સ હટ શાળામાં રંગોળી સ્પર્ધામાં ભાવનગરના પ્રમુખ તુહિના ગોયલના માર્ગદર્શનમાં પેરેન્ટ્‌સ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો અને વાલીઓએ બનાવેલ અવનવી રંગોલીઓ ભાવનગર ડીઆરએમ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં પ્રથમ સ્થાન સંધ્યા ચારોલા, દ્વિતીય સ્થાન સપના સોલંકીએ અને તૃતીય સ્થાન કોમલ રાઠોડ/રાહુલ દેવરિયાએ મેળવ્યું હતું. આ સ્પર્ધા માટે મહિલા સમિતિના તમામ સભ્યોએ ભાગ લેનાર વાલીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *