ગાંધીનગર
ગાંધીનગર જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર બાળકોને પણ શિકાર બનાવી રહી હોઈ ચિંતાજનક બાબત છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં બાળકો સુરક્ષિત રહ્યા હતા. પરંતુ ત્રીજી લહેરમાં બાળકો પણ કોરોનાથી સુરક્ષિત રહ્યા નથી. જાન્યુઆરી મહિનાના પ્રારંભથી ૨૦ કોરોના પોઝિટિવ દર્દીઓ જિલ્લામાં નોંધાયા હતા. જે સંખ્યામાં દિવસે દિવસે વધારો નોંધાતા કોરોનાનો આંકડો જિલ્લામાં ૩૧ મી જાન્યુઆરી સુધીમાં ૧૧ હજારની નજીક પહોંચી જવા પામ્યો છે. જાેકે, કોરોના કેસ જરૂર ઘટી રહ્યાં છે પરંતુ હજુ પણ સંક્રમણ ચિંતાજનક સપાટીએ જાેવા મળી રહ્યું છે. ગાંધીનગર શહેરી વિસ્તારની વાત કરીએ તો કુડાસણ, સરગાસણ સહિત ન્યુ ગાંધીનગરમાં કેસ ખુબ જ વધી રહ્યાં છે. ત્યારે નવા સેક્ટરોમાં પણ કેસનો રાફડો ફાટયો છે. ખાસ કરીને સેક્ટર-૨, ૩ અને ૭માં અન્ય સેક્ટરો કરતાં વધુ સંક્રમણ જાેવા મળી રહ્યું છે. કોર્પોરેશન વિસ્તારમાં એટલે કે શહેરમાં જાન્યુઆરીની પહેલી તારીખે માત્ર ૧૪ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. જે વધીને કુલ આંકડો ૭૬૪૪ સુધી પહોંચી ગયો છે. એજ રીતે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો પહેલી જાન્યુઆરીએ માત્ર ૬ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. જે વધીને ૩૧ જાન્યુઆરી સુધીમાં ૩ હજાર ૩૦૩ સુધી પહોંચ્યું છે. આમ જિલ્લામાં ૩૧ મી જાન્યુઆરી સુધીમાં ૧૦ હજાર ૯૪૭ દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી ગ્રામ્ય કરતાં શહેરમાં સૌથી વધુ ઝડપે કોરોના સંક્રમણ ફેલાયું છે.
