Gujarat

જામનગર મેયરે શહેરીજનોને કોરોના ગાઈડલાઈન્સનો અમલ કરવાની ફરી અપીલ કરી

જામનગર
જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને દિવસેને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે, તેમજ માસ્ક પહેર્યા વિના બહાર ન નીકળે, તે માટે આજે જામનગરના મેયર ખુદ માર્ગ પર ઉતરી લોકોને સમજાવવા નીકળ્યા હતા અને લોકોને માસ્કનું વિતરણ કર્યા હતા.તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અને માસ્ક પહેર્યા વિના બહાર નહીં નીકળવા અપીલ કરી છે. જામનગરના મેયર બીનાબેન કોઠારી કે જેઓ આજે શહેરના એસ.ટી. ડેપો વિસ્તારમાં જાતે જ પગપાળા ચાલીને ફર્યા હતા અને માસ્ક પહેર્યા વગર નિકળનારા લોકોને બે હાથ જાેડી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટેની વિનંતી કરી હતી. તેમજ માસ્કનું વિતરણ કરી અને ધરની બહાર માસ્ક પહેર્યા વગર નહીં નીકળવા અપીલ કરી હતી. એસટી ડેપો અને આસપાસના વિસ્તારોમાં લારી-ગલ્લા પર, દુકાનો પર તેમજ એસટી ડેપો રોડ પર આવેલી જુદી જુદી ખાનગી હોસ્પિટલોમાં પગપાળા ચાલીને મેયર જાતે ફર્યા હતા અને માસ્ક પહેરીને જ બહાર નીકળવા માટેની પ્રત્યેક નાગરિકોને હાથ જાેડીને નમ્ર અપીલ કરી હતી. મેયરની આ પહેલને લઇને એસ ડેપો વિસ્તારના અનેક લોકો માસ્ક પહેરેલા જાેવા મળ્યા હતા અથવા તો મેયર પાસેથી માસ્ક સ્વીકારીને ભવિષ્યમાં માસ્ક પહેરીને જ બહાર નીકળશે અથવા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરશે તેવો પ્રતિક્રિયા આપી હાતી.જામનગર જિલ્લામાં સોમવારે કોરોનાના નવા ૧૮૩ કેસ નોંધાયા હતા. તેમજ કોરોનાની સારવાર દરમિયાન બે દર્દીઓના મોત નિપજ્યા છે. જામનગર શહેર અને જિલ્લામાં સોમવારે કોરોનાના નવા ૧૮૩ પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. શહેરમાં ૧૪૦ કોરોના કેસ આવ્યા જ્યારે જિલ્લામાં હવે ૪૩ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. જિલ્લામાં એક્ટિવ સંખ્યા વધીને ૨૯૦૦ને પાર થઈ છે. નોંધનીય છે કે, જામનગરમાં રાજ્યનો પ્રથમ ઓમિક્રોન વેરિઅન્ટનો પોઝિટિવ કેસ નોંધાયો હતો.

Coronavirus.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *