જૂનાગઢ શહેરમાં ભારે વરસાદના પગલે રસ્તાઓને માઠી અસર પહોંચી છે. ત્યારે આ રસ્તાઓના પેચવર્ક-મરામત્ત માટે પણ માતબર અનુદાન ફાળવવામાં આવ્યું છે. જો કે, સતત વરસાદનાં પગલે પેચવર્કના કાર્યમાં રૂકાવટ આવી રહી છે. તેમ છતાં વરસાદના વિરામ વચ્ચે જૂનાગઢ શહેરના જુદા-જુદા વિસ્તારમાં રસ્તાઓના પેચવર્કનું કામ કરવામાં આવી રહ્યું છે.
જૂનાગઢ શહેરમાં મીરાનગર, ઝાંઝરડા ગામ, મધુરમ્ વિસ્તાર સહિતની સોસાયટીઓમાં મુખ્યમાર્ગોનુ વેટમીક્ષ દ્વારા પેચવર્ક કરવામાં આવી રહ્યું છે.

