Gujarat

છોટાઉદેપુરમાં આકાશી આફતે ઠેર ઠેર તારાજી સર્જી છે. કવાંટ ના મણાવાંટ નજીક પુલ તૂટી જતા રસ્તો બંધ થયો છે 

છોટાઉદેપુર જિલ્લાના કોસિન્દ્રા-પાનવડ રોડ ઉપર મણાવાંટ ગામ નજીક વર્ષો જૂનો પુલ તૂટી ગયો છે. ગત 10મી જૂલાઈએ છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદને લઈ કોતરના ધસમસતા પ્રવાહમાં આ પુલના બે ટૂકડા થઈ ગયા. 15 થી વધુ ગામના લોકોને રસ્તો બંધ થઈ જતા ભારે હાલાકી વેઠવી પડી રહીં છે. આસપાસના લોકો પોતાના જીવના જોખમે બાઈક લઈને કોતર માંથી પસાર થઈ રહ્યા છે. પ્રશાસન દ્વારા ડાઈવર્ઝનની કામગીરી કરાઈ રહી છે. પરંતુ ગામલોકો મુજબ જો વધુ વરસાદ આવે તો આ ડાઈવર્ઝન ફરી ધોવાઈ જશે. ગ્રામજનો વહેલી તકે અહીં પાકો બ્રિજ બને તેવી માંગ કરી રહ્યા છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220715-180208_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *