જૂનાગઢ
કોરોના મહામારીને કારણે સમગ્ર રાજ્યમાં ઉત્સવો મેળાના આયોજન પર પ્રતિબંધ હતો. જાેકે, હાલ કોરોનાના કેસમાં ઘટાડો થતા બે વર્ષના લાંબા સમયગાળા બાદ રાજ્ય સરકારે ભક્તિ, ભોજન અને ભજનના ત્રિવેણી સંગમ સમાં મહાશિવરાત્રિ મેળો યોજવા છૂટ આપી હતી. જેથી જૂનાગઢ ખાતે ભક્તિભાવપૂર્ણ માહોલમાં પરંપરાગત મહાશિવરાત્રિ મેળાનો શુભારંભ કરવામાં આવ્યો છે. મહાશિવરાત્રિ મેળાના શુભારંભમાં વર્ષો જૂની પરંપરા મુજબ સંતો, મહંતો, મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવનાથ મંદિર ખાતે મહાદેવને ધ્વજારોહણ કરી ભક્તિભાવ સાથે મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બે વર્ષ બાદ સંપૂર્ણ છૂટછાટ સાથે મેળો યોજાઈ રહ્યો હોય સમગ્ર દેશમાંથી ભાવિકો અને સાધુ, સંતો મોટી સંખ્યામાં ઉત્સાહભેર મેળો માણવા પહોંચી રહ્યા છે. આ પાંચ દિવસીય મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટશે જેને લઈ તંત્ર દ્વારા તમામ સુવિધાઓ ઉભી કરવાની સાથે તૈયારીઓ કરવામાં આવી છે. આ મેળો શિવરાત્રીની રાત્રીના રવાડી નીકળ્યા બાદ પૂર્ણ થશે અને ત્યાં સુધી પાંચ દિવસ ગીરનાર સાનિધ્યે ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ યોજાશે. પશ્ચિમ રેલવે દ્વારા મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે મુસાફરોની સુવિધા માટે ત્રણ જાેડી ટ્રેનોમાં એક વધારાનો જનરલ કોચ અસ્થાયી રૂપે ઉમેરવાનો ર્નિણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેકે જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર ૦૯૫૨૧/૦૯૫૨૨ રાજકોટ-સોમનાથ-રાજકોટ, ટ્રેન નંબર ૦૯૫૧૪/૦૯૫૧૩ રાજકોટ-વેરાવળ રાજકોટ અને ટ્રેન નંબર ૧૯૨૦૭/૧૯૨૦૮ પોરબંદર-સોમનાથ-પોરબંદર માં ૨૬ ફેબ્રુઆરીથી લઈને ૩ માર્ચ, ૨૦૨૨ સુધી વધારાનો એક જનરલ કોચ લગાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલમાં રેલવે તંત્ર દ્વારા ટ્રેન નંબર ૧૯૧૧૯/૧૯૧૨૦ અમદાવાદ સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસમાં કાયમી ધોરણે બે વધારાના જનરલ કોચ ઉમેરવામાં આવ્યા છે, જે મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે.જૂનાગઢ ખાતે ભક્તિ, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સમા મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ થયો છે. હર હર મહાદેવના ગગનભેદી નારા અને ધ્વજારોહણ સાથે સંતો-મહંતોની હાજરીમાં મેળાનો પ્રારંભ થયો છે. આ મેળો તારીખ ૧ને શિવરાત્રિના દિવસ સુધી ચાલશે. પશ્ચિમ રેલવે દ્વારા મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે મુસાફરોની સુવિધા માટે ત્રણ જાેડી ટ્રેનોમાં એક વધારાનો જનરલ કોચ અસ્થાયી રૂપે ઉમેરવાનો ર્નિણય કર્યો છે.


