કેન્દ્ર સરકાર દ્વારા ફરમાવેલ ઘઉની નિકાસ બંધીને લઈને વેપારીઓમાં વિરોધનો શૂર ઉઠવા પામ્યો છે.ત્યારે આ વિરોધ નો શૂર હવે ખેડૂતો સુધી પહોચ્યો છે.જેતપુરના સરધારપુર ગામે સરકારે લાદેલ ઘઉંની નિકાસ બંધીને લઈને ધઉના પોષણક્ષમ ભાવો નહી મળતા ખેડૂતે અનોખો વિરોધ નોંધાવ્યો છે.ખેડૂતે સરકાર સામે વિરોધ કરતા પોતાના ઘરે જ ઘઉના ઢગલામાં સમાધી લઈને સરકાર સામે વિરોધનો શૂર વ્યક્ત કર્યો હતો.આ સાથે જ ઘઉની નિકાસ બંધીને લઈને ઘઉના ભાવો ઘટતા સરકાર દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે
કેન્દ્ર સરકાર દ્વારા ઓચિંતા કરેલ ઘઉની નિકાસ બંધીને લઈને માર્કેટ યાર્ડોમાં પણ ઘઉના ભાવોના ગગડતા જોવા મળ્યા છે.ત્યારે જેતપુર માર્કેટ યાર્ડના સતાધીશો જાણે બેમોઢાની વાત કરતા હોય તેમ ઘઉના ભાવમાં થોડો ઘણો ઘટાડો થયો હોવાનો શૂર વ્યક્ત કરીને ખેડૂતોને ઘઉના પોષણક્ષમ ભાવો મળતા હોવાનું કહી રહ્યા છે.તેમ છતા સરકાર દ્વારા ઘઉની ટેકાના ભાવે ખરીદી બંધ હોવાથી ઘઉની બજાર ગગડતી જોવા મળી હોવાનું માર્કેટ યાર્ડ સત્તાધીશો જણાવી રહ્યા છે.
એક બાજુ ખેડૂતો ખાતર,દવા,બિયારણ,મજૂરી સહિતનો ખેતીમાં મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે.તો બીજી તરફ ખેડૂતોને ઘઉના પોષણક્ષમ ભાવો ન મળતા હોવાથી સાચે જ ખેડૂતોને જમીનમાં જ સમાધિ લેવી પડશેનો શૂર વ્યક્ત કરી રહ્યા છે.તેમજ ઘઉમાં સબસીડી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.ત્યારે સરકાર ખેડૂતોની આ માંગ સંતોષશે કે નહી એ જોવાનું રહ્યું…
હરેશ ભાલીયા જેતપુર


