જેસીઆઈ અંકલેશ્વર દ્વારા 9મી થી 15મી સપ્ટેમ્બર દરમિયાન જેસીઆઈ સપ્તાહની ઉજવણી થશે
જેસીઆઈ સપ્તાહ એટલે કે જેસીસ ની દિવાળી અને જેમ દિવાળી આપણે ધામધૂમથી ઉજવતા હોઈએ છીએ તેમજ જેસીઆઈ સપ્તાની ઉજવણી પણ ખૂબ જ ધામધૂમથી કરવા સર્વ જેસી મેમ્બર આતુર છે..
આ સપ્તાહ ની અંદર બાળકો માટે અલગ અલગ પ્રતિયોગિતાનું આયોજન કરેલું છે સાથે સાથે આપણા અંકલેશ્વર ભરૂચની જાહેર જનતા માટે પણ એમની અંદર છુપાયેલી કળા ને નિખારવા માટે ઘણા બધા પ્રોગ્રામોનું આયોજન કરેલું છે.
અમુક પ્રોગ્રામોની ઝલક આપી એ તો 11 તારીખે સ્પોર્ટ્સ મેલા એટલે કે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે અલગ અલગ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ નું આયોજન કરેલું છે જેની અંદર બેડમિન્ટન, કેરમ, ચેસ, સ્વિમિંગ, સ્કેટિંગ તથા ફૂટબોલ જેવી રમતોનો સમાવેશ કરેલો છે એ જ દિવસે સાંજે બુલેટ રેલી નું આયોજન કર્યું છે જેની થીમ સેવ સોઇલ છે. નાના બાળકો માટે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનનું પણ આયોજન કરેલું છે આની સાથે સાથે વાતાવરણની જાળવણી એટલે કે ટ્રી પ્લાન્ટેશન તથા રસોડામાં વપરાતી વસ્તુઓમાંથી કેવી રીતે ખાતર બનાવો એના વિશે પણ ટ્રેનિંગ રાખેલી છે, મહિલાઓ માટે ખાસ નવરાત્રી મેકઅપ તથા અલગ અલગ ટાઈપના સાડી પહેરવાનું પણ શીખવાડવામાં આવશે..
આવા અનેકવિધ પ્રોગ્રામોથી જેસીઆઈ અંકલેશ્વર પરિવાર એમની દિવાળી એટલે કે જેસીઆઇ સપ્તાહ ની ઉજવણી કરવા જઈ રહી છે ..
આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે જેસીઆઈ અંકલેશ્વરના પ્રમુખ જેસી કિંજલ શાહ, વાઇસ પ્રેસિડન્ટ જેસી ચિરાગ શાહ, જેસીઆઈ સપ્તાહના પ્રોજેક્ટ ચેરમેન જેસી સિયામોહન શુક્લા, જેસીઆઈ સપ્તાહના કોર્ડીનેટર્સ જેસી શીતલ જાની, જેસી વલકેશ પટેલ, જેસી તેજસ પંચાલ, જેસી શ્યામા શાહ, જેસી પ્રતિક વોરા, જેસી નેહા મોદી, જેસી ચેતના નાકરાણી તથા સમગ્ર જેસીઆઈ પરિવાર ખૂબ મહેનત કરી રહ્યું છે.
ભાવેશ મુલાણી, ભરૂચ.

