વડોદરા
તા. ૭ માર્ચના રોજ મહિલા મુસાફર સુમિત્રાબેન વૈષ્ણવ રાજસ્થાન પાલીથી બોરીવલી જવા બિકાનેર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનના કોચ એસ ૦૬ ડબ્બામાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓને ઊંઘ આવી જતા અજાણ્યો ગઠિયો તેમનું લેડીઝ પર્સ ચોરી નાસી છૂટયો હતો. જે પર્સમાં સોનાનું મંગળસૂત્ર, ચાંદીના વિછુડા ,રોકડા રૂપિયા ૬ હજાર, કોસ્મેટિક સામાન સહિત અગત્યના દસ્તાવેજાે સાથે રૂપિયા ૧.૩૦ લાખ ઉપરાંતની મત્તાનો સમાવેશ થાય છે. જે અંગેની જાણ તેમને અમદાવાદ રેલવે સ્ટેશન પસાર થયા બાદ થઇ હતી. ઘટના સમયે સમયે મહિલા મુસાફર એકલા હોવાના કારણે ફરિયાદમાં વિલંબ થયો હતો. વડોદરા રેલવે પોલીસે આ બનાવ અંગે સામાન ચોરને ઝડપી પાડવા માટે બિકાનેરથી અમદાવાદ સુધીના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની શરૂઆત કરી છે. જાેકે પોલીસને કોઇ ઠોસ માહિતી મળી નથી. અગાઉ રેલવે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે ટ્રેનોમાં થયેલી અનેક ચોરીના ભેદ ઉકેલ્યા છે. મુદ્દામાલ ગુમાવનાર મુસાફરોને તેમનો ચોરી થયેલો સામાન પરત અપાવ્યો છે.રૂપિયા ૧.૩૦ લાખનો મુદ્દામાલ ગુમાવનાર સુમિત્રાબેનની ફરિયાદના આધારે વડોદરા રેલવે પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જાેકે, પોલીસને હજુ કોઇ ઠોસ માહિતી હાથ લાગી નથી.હવે ટ્રેનોમાં પણ મુસાફરી સલામત રહી નથી. ટ્રેનોમાં નિંદ્રાધીન મુસાફરોના કિંમતી સામાનની ચોરીના વધી રહેલા બનાવોએ માઝા મુકી છે. બિકાનેર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં વધુ એક નિદ્રાધીન મહિલાને રૂપિયા ૧.૩૦ લાખની મતા ભરેલુ પર્સ ગુમાવવાનો વખત આવ્યો છે. ટ્રેનોમાં વધી રહેલી ચોરીના બનાવો પોલીસ કામગીરી સામે સવાલો ઊભા કરી રહ્યા છે.
