સાગર નિર્મળ
જૂનાગઢ
ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની માર્ચ-એપ્રિલ ૨૦૨૨માં લેવાયેલ પરીક્ષા અને ગુજકેટ-૨૦૨૨નું પરિણામ તારીખ ૧૨/૦૫/૨૦૨૨ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે પ્રસિદ્ધ કરવામાં આવશે.
શિક્ષણમંત્રી જીતુભાઈ વાધાણીએ સોશીયલ મીડીયા ટિવટર પર ટ્વિટ કર્યું કે, ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની માર્ચ-એપ્રિલ ૨૦૨૨માં લેવાયેલ પરીક્ષા અને ગુજકેટ-૨૦૨૨નું પરિણામ તારીખ ૧૨/૦૫/૨૦૨૨ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે પ્રસિદ્ધ કરવામાં આવશે.
1 લાખ 8 હજાર વિદ્યાર્થીઓએ 12 સાયન્સની પરીક્ષા આપી હોવાની વિગતો મળી રહી છે ત્યારે આ વિદ્યાર્થીઓની પ્રતીક્ષાનો અંત આવશે અને કરેલી મહેનતનાં ફળ મળશે.
તાજેતરમાં જ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ-2022 પરીક્ષા અને ગુજકેટની ફાઇનલ આન્સર કી પણ જાહેર કરવામાં આવી છે ત્યારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડેની આ ફાઇનલ આન્સર કી પણ જાહેર કરી દીધી હતી. આ ફાઇનલ આન્સર કીને બોર્ડની વેબસાઇટ પર પણ મૂકવામાં આવી હોવાની વિગતો મળેલ છે.
ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ રાજ્યભરની સહભાગી સંસ્થાઓમાં સ્નાતક સ્તરના વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવતી આ પરીક્ષાનું પરિણામ પણ જાહેર થશે.
સૂત્રો માંથી મળેલ માહિતી મુજબ વિજ્ઞાન પ્રવાહનું પણ પરિણામ જાહેર કરાયા બાદ ટૂંકા સમયમાં ધોરણ ધો.10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે.


