Gujarat

નડિયાદના સોનીપુરામાં ગર્ભવતી મહિલાને લાત મારતા ગર્ભમાં બાળકનું મોત

નડિયાદ
ગળતેશ્વર તાલુકાના પીપળીયા ગામે રહેતા ચંદ્રિકાબેન રાજેન્દ્ર ભોઈની મોટીબહેન લીલાબેનના જેઠની દીકરીનું લગ્ન હોવાથી ચંદ્રિકાબેનનો નાનો ભાઈ વિપુલ તથા તેની પત્ની જ્યોત્સનાબેન લગ્નમાં સોનીપુરા ગામે ગત ૩ એપ્રિલના રોજ આવ્યા હતા. ગોતરડો ભરવાનો પ્રોગ્રામ હતો આ પ્રોગ્રામમાં જ્યોત્સનાબેન અને લગ્નનમા આવેલા માણસો ગામના મંદિર નજીક રાસ ગરબા રમતા હતા. આ દરમિયાન ચંદ્રિકાબેનના ભાભી જ્યોત્સનાબેનને ગામમાં રહેતા મયુરીબેન સાથે બોલાચાલી થઇ હતી. રાસ ગરબામાં ધક્કો વાગવા જેવી સામાન્ય બાબતે મયુરીબેને ઉગ્ર બોલાચાલી કરી હતી. આ દરમિયાન મયુરીબેનનુ ઉપરાણું લઇ આવી તેઓના મામા વિજયભાઈ મોહનભાઈ ભોઈ અને ઢોલાભાઈ મોહનભાઈ ભોઈ ત્યાં આવી જાેત્સનાબેનને ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. વાત આટલેથી ન અટકતા આ બંને લોકો જાેત્સનાબેનને માર મારવા ફરી વળ્યા હતા. આથી ચંદ્રિકાબેન મામલો શાંત પાડવા વચ્ચે છોડાવવા પડ્યા હતા. તેઓ ગર્ભવતી હોવા છતાં પોતાની ભાભીને બચાવવા કોશિશ કરતા હતા. દરમિયાન મોહનભાઈ શનાભાઇ ભોઈએ ચંદ્રિકાબેનને પેટના ભાગે લાત મારી નીચે પાડી દીધા હતા.આ વખતે બૂમરાણ થતાં ચંદ્રિકાબેનના પતિ રાજેશભાઈ તથા તેઓના દિયર પંકજભાઈ અને તેઓના ભાઈ વિપુલભાઈ આવ્યા હતાં. વડીલોએ લગ્ન પ્રસંગ બગડે નહીં તે હેતુથી બંને પક્ષે મામલો સમાધાન કરાવેલ હતો. ગર્ભવતી ચંદ્રિકાબેનને ૫ મહિનો? જતો હોય ગત ૫ એપ્રિલના રોજ તેણીને પેટમાં અસહ્ય દુખાવો થતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બાલાસિનોરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રાત્રિના સુમારે ગર્ભપાત થઈ જતા બાળકનું મરણ ગયેલ હાલતમાં જન્મ થયો હતો. જરૂરી સારવાર કરાયા બાદ ચંદ્રિકાબેન ભોઈએ આ બનાવ સંદર્ભે સેવાલિયા પોલીસમાં મોહનભાઈ શનાભાઈ ભોઇ, વિજયભાઈ મોહનભાઈ ભોઈ અને ઢોલાભાઈ મોહનભાઈ ભોઈ સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસે આઈપીસી ૩૧૬, ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગળતેશ્વરના સોનીપુરામા લગ્ન પ્રસંગમા રાસ ગરબાની અંદર મહિલાઓ મહિલાઓ વચ્ચે ધક્કો વાગવા બાબતે થયેલી તકરારમાં વચ્ચે છોડાવવા પડેલ પાંચ માસની ગર્ભવતી મહિલાને ૩ શખ્સોએ પેટના ભાગે લાત મારી નીચે પાડી દેતા ગર્ભમાં ઉછરતાં બાળકનું મોત થયું છે. આ બનાવ સંદર્ભે મહિલાએ સેવાલિયા પોલીસમા ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે.

Pregnant-woman-dies-after-being-kicked-in-the-abdomen-by-3-persons.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *