Gujarat

નેહરુ યુવા કેન્દ્ર અમરેલી દ્વારા ઘેલાણી મહિલા કોલેજ સાવરકુંડલા ખાતે રોજગાર અંગે માર્ગદર્શન

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા ખાતે શ્રીમતી વી.ડી.ઘેલાણી કોલેજ ખાતે ભારત સરકાર ,યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર –  અમરેલી  દ્વારા યુવાઓ માટે રોજગાર અંગે માર્ગદર્શન અને પરામર્શ તેમજ ડિજિટલ અભિનંદન બેંક મિત્ર સવર્ગ કાર્યક્રમનું આયોજન શિખર રસ્તોગી  જિલ્લા યુવા અધિકારી નેહરુ યુવા કેન્દ્ર –  અમરેલી ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતુ. કાર્યક્રમની શરૂઆતમાં મા સરસ્વતી અને વિવેકાનંદજીની પ્રતિમા સમક્ષ દિપ પ્રાગટ્ય કરી, કોલેજના પ્રિન્સીપાલ શ્રી ચાવડા સાહેબ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવેલ હતું. પ્રવીણ જેઠવા ઓફિસ આસિસ્ટન્ટ નેહરુ યુવા કેન્દ્ર દ્વારા કચેરીની વિવિધ પ્રવૃતિઓ કાર્યક્રમો વિશે માહિતી આપતાં જણાવેલ કે નેહરુ યુવા કેન્દ્ર – અમરેલી કચેરી માં તાલુકા લેવલે બે એમ કુલ ૨૪ ફિલ્ડ વર્કરો એન.વાય. વી. ની માર્ચ / એપ્રિલ માં ભરતી થનાર છે, જેમાં યુવાનોએ ઉમેદવારી કરવી. પ્રો. જે એમ તળાવિયા ડિસ્ટ્રિક્ટ કૉ ઓર્ડીનેટર એન.એસ.એસ, કે.કે પારેખ કોમર્સ કોલેજ – અમરેલીએ એન.એસ.એસ.ના બહેનને રોજગાર લક્ષી  માર્ગદર્શન આપ્યું હતું.ઉપરાંત એન.એસ.એસ.ની રેગ્યુલર એક્ટિવિટી અને ખાસ વાર્ષિક શિબિર વિશે તથા કારકિર્દી વિશે માર્ગદર્શન આપેલ. એસબીઆઇ સાવરકુંડલા મેનેજર યોગેશભાઇએ બેંક વિશે માહિતી આપેલ હતી. કૌશિકભાઈ વાઘેલા જિલ્લા રોજગાર કચેરી – અમરેલીએ બહેનોને કેરિયર અંગે માહિતી આપેલ. તેમજ પાયલબેને એફ.સી. એસ.બી.આઈ. ડિજિટલ બેંકની માહિતી આપેલ.  કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન કરતા ડો.અદિતિબેન જેઠવાએ પુલવામાં આતંકવાદી હુમલાના શહીદ વીર સૈનિકોની વરસીને યાદ કરી ખાસ શ્રદ્ધાંજલિ આપી રાષ્ટ્રગાન કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા શિવમ ગોસાઈ, આશિષ જાદવ અને કોલેજના પ્રાધ્યાપકો અને સ્ટાફે ભારે જહેમત ઊઠાવી હતી. કાર્યક્રમ પૂર્ણ થતા બધાએ સાથે ભોજન લીધું હતું.

IMG-20220214-WA0095.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *