Gujarat

પશુઓ થી પાકને થતા નુકશાન બાબતે અનારા ના ખેડૂતો અને ગ્રામજનો દ્વારા આવેદનપત્ર

રીપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકા ના  શિંગોડીઆ તાબે અનારા ગ્રામ પંચાયત ના સીમ વિસ્તારમાં ઊભા ખેતી ના પાકોમાં ગામ વટવટીયા તાબે મહીસા તા.મહુધામાં  પશુઓથી થતુ નુકશાન અટકાવવા બાબતે ખેડૂતો તેમજ ગ્રામજનો દ્વારા કઠલાલ પોલીસ સ્ટેશન,મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું.
 ખેડુતો તથા ગ્રામજનો સીમ વિસ્તાર માં પોતાના ખેતરમાં ઘઉં,દિવેલા,કપાસ,રાયડો, પાંદડીયું,લચકો, લચકા બાજરી તથા નાના વૃક્ષો વગેરે તથા પશુઓના ખોરાક માટે ખેતેરમાં ઉગાડે છે જે ઘાસચારો તથા અનાજ હાલ ના સમય માં તૈયાર થઈ ગયેલ છે. પરંતુ  વટવટીયા ,મહીસા, ગાય તથા વાછરડાઓ તથા સાંઢ,તેમજ વગેરે પશુઓ ધ્વારા ખેતરોમાં ઘાસ તથા ઉભા પાકોને નુકશાન થઈ રહયું છે. જે બાબતે સર્વ ગ્રામજનોએ ભેગા મળીને વાંરવાર મૈાખીક રજુઆતો તથા વિનંતી કરેલ હતી. તેમ છતા છેલ્લા ઘણાય સમયથી  પશુઓ ખેતરમાં  ઘાસ તેમજ પાકોનો ખુબજ નુકશાન કરી રહેલ છે. જેવી બાબતો નો ઉલ્લેખ આવેદનપત્ર માં કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *