અંકલેશ્વરના પીરામણ ગામમાં સરકારી જમીન પર થયેલાં બાંધકામ અંગે તાલુકા વિકાસ અધિકારીએ સરપંચ તથા ડેપ્યુટી સરપંચને શોકોઝ નોટીસ ફટકારી છે.પીરામણ ગામના કબ્રસ્તાન ની બાજુમાં આવેલી કિમતી સરકારી જમીન સરપંચ અને ડેપ્યુટી સરપંચએ ભેગા મળી દબાણો ઉભા કર્યા હોવા બાબતે અલતાફ ઉનીયા દ્વારા ગ્રામ વિકાસ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી અંકલેશ્વરને 20 મી ઓગસ્ટ ના રોજ અરજી કરવામાં આવી હતી.
જે બાબતે જિલ્લા વિકાસ અધિકારી એ ગત 23 સપ્ટેમ્બર ના રોજ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તપાસ અને દસ્તાવેજી પુરાવાના આધારે તાલુકા વિકાસ અધિકારી એ સરપંચ અને ડેપ્યુટી સરપંચ ને ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ મુજબ કાર્યવાહી કરવા અને પદ પર થી દુર કેમ ના કરવા ? બાબતે ખુલાસો કરવા કારણ દર્શક નોટિસ ફટકારી આગામી 17 મી ઓક્ટોબરના રોજ રૂબરૂ જવાબ સાથે તાલુકા વિકાસ અધિકારી કચેરી ખાતે હાજર રહેવા નોટિસ ફટકારી હતી
અરજદાર અલતાફ ઐય્યુબ ઉનીયા એ જણાવ્યું હતું કે, સરકારી જમીનમાં ખોટા દસ્તાવેજો દ્વારા વીજ કનેક્શન પણ મેળવ્યું હતું જે અમારી અરજી બાદ DGVCL દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતના ગેર વહીવટ બાબતે મહિનાથી અલગ-અલગ ગ્રામ જનો દ્વારા અપાયેલ 13 થી વધુ અરજીઓ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માં લાંબા સમય થી પેન્ડીંગ પડી છે. તેમાં પણ કાર્યવાહી થવાની બાકી છે.


