Gujarat

પ્રાચી તીર્થ માં બુધવારે સમસ્ત કોળી સમાજ નો 13 મો સમૂહ લગ્નોત્સવ.. સાંસદ,ધારાસભ્ય સહિતના મહાનુભાવો રહેશે ઉપસ્થિત..

  ગિરગઢડા તા
  ભરત ગંગદેવ..
પ્રાચી તીર્થ..     સુત્રાપાડા તાલુકાના યાત્રાધામ પ્રાચી તીર્થ માં સમસ્ત કોળી સમાજનો ૧૩મો સમૂહ લગ્ન લગ્નોત્સવ યોજાશે ભગવાન શ્રી માધવરાયજી પ્રભુના સાંનિધ્યમાં કોળી સમાજ ભવન માં તારીખ  25/5/2022 ને બુધવાર ના રોજ 13 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડશે આ સમૂહ લગ્નમાં શુભ પ્રસંગે સોનેરી ઘડીઓમાં જાન આગમન સવારે 6 કલાકે ચુંદડી અને છાબ વિધિ સવારે 7 કલાકે હસ્ત મેળાપ સવારે 9 કલાકે ભોજન સમારંભ બપોરે 11 કલાકે આશીર્વચન બપોરે 1 કલાકે અને કન્યા વિદાય 3 કલાકે તથા આ શુભ મહોત્સવ નો ઉદ્દેશ જ્ઞાતિની એકતા અરસ પરસ પ્રેમભાવના, સંગઠન, સાદગી તથા કરકસર જેવા ઉમદા ઉપદેશો સિદ્ધ કરવા અને સમાજમાં પ્રવર્તતા કુરિવાજને તિલાંજલિ આપ શિક્ષણને પ્રાધાન્ય આપી બિનજરૂરી ખર્ચ થી બચવાનો છે આ સમૂહ લગ્નમાં સમૂહ લગ્ન સમિતિ તરફ થી 9 જેટલી વસ્તુ અને દાતાઓ તરફથી 40 જેટલી વસ્તુઓ કરિયાવરમાં ભેટ આપવામાં આવશે આ સમૂહ લગ્નમાં નંદ દંપતી ઓ ને આશીર્વચન આપવા સોરઠના સાંસદ રાજેશભાઇ ચુડાસમા જુનાગઢ ગીર સોમનાથ, ગુજરાત સરકારના મંત્રી  દેવાભાઈ માલમ ધારાસભ્ય  કેશોદ, પુંજાભાઈ વંશ ધારાસભ્ય  ઉના, કુંવરજી બાવળિયા ધારાસભ્ય જસદણ, બાબુભાઇ વાજા ધારાસભ્ય  માંગરોળ, વિમલભાઈ ચુડાસમા ધારાસભ્ય  સોમનાથ, રામીબેન બચુભાઈ વાજા પ્રમુખ જિલ્લા પંચાયત ગીર સોમનાથ, જેઠાભાઈ જોરા  માજી. ધારાસભ્ય તાલાળા, ભગવાનભાઇ કરગઠીયા માજી ધારાસભ્યશ્રી માંગરોળ, કરસનદાસ બાપુ ઉપવાસી મટાણા પાધેશ્વરી આશ્રમના મહંતશ્રી તથા જિલ્લા પંચાયતના સદસ્ય  ઓ, તાલુકા પંચાયતના સદસ્યો સરપંચો, ઉપસરપંચો કોળી સમાજ ના આગેવાનશ્રીઓ, તથા કાર્યકર્તાઓ હાજરી આપશે તેમજ અન્ય મહાનુભાવો પણ હાજરી આપશે આ સમૂહ લગ્ન નિમંત્રક સમસ્ત કોળી સમાજ સમુહ લગ્ન સમિતિ સહિત સમાજના તમામ લોકો અને યુવાનોએ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે..

IMG-20220522-WA0195.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *