Gujarat

બહુજન હિતાય બહુજન સુખાઈના સૂત્રને સાર્થક કર્યુ આયુષ્યમાન કાર્ડ   

રાજ્ય સરકારના ૨૦ વર્ષના પુરુષાર્થની ફળશ્રુતિ વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત વિવિધ યોજના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવ્યા હતા. લોકોના આરોગ્ય અને સુખાકારી કાળજી જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર હંમેશા માટે ચિંતિત રહી છે. એવું જ પોરબંદર જિલ્લાના સીમર ગામના  રહેવાસી એવા અજીતભાઈ પાથરને  આયુષ્માન કાર્ડ મળતા સંતોષની લાગણી અનુભવી હતી.

        અજીતભાઈ સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, હું સીમર ગામનો રહેવાસી છું. અમારા ગામમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ આવ્યો હતો. મને આયુષ્માન કાર્ડ મળ્યું હતું. હવે મને કે મારા પરિવારને આરોગ્યની ચિંતા નહી કરવી પાડે. આ માટે હું રાજ્ય સરકાર નો આભાર માનું છું અને સરકાર આવી જનહિતલક્ષી યોજના શરૂ કરે એવી આશા રાખું છું.  અન્ય એક લાભાર્થી શારદાબેન વારા એ જણાવ્યું કે, મને પણ આયુષ્માન કાર્ડ મળેલું છે. મે પણ મારા આરોગ્યની કાળજી સરકાર માથે છોડી દઈ ને ચિંતામુક્ત બન્યા છે. આ તકે હું રાજ્ય સરકારનો આભાર માનું છું.

        અત્રે ઉલ્લેખનીય છે કે, છેવાડાના માનવીની કાળજી લઈ ને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આયુષ્માન ભારત યોજના શરૂ કરી હતી. બહુજન હિતાય બહુજન સુખાય સૂત્રને સાર્થક કરતા પોરબંદર જિલ્લામાં  ૧ લાખ ૫૦ હજાર થી વધારે આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે. તેમજ વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત ૧૨૯૫ આયુષ્માન કાર્ડ કાઢી અપાયા હતા. ખરા અર્થમાં આ યોજના લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવી રહી છે.

આયુષ્યમન-યોજના-વિરતણ.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *