Gujarat

બીલીમોરાની આઈટીઆઈના લોકાર્પણમાં સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા

નવસારી
નવસારી જિલ્લામાં સૌથી જૂની અને એક સમયે ઔદ્યોગિક તાલીમ લેવા માટે ગુજરાતમાં જાણીતી બનેલી બીલીમોરાની આંતલીયા રોડ પાસેની આઈટીઆઈ માંથી અનેક વિદ્યાર્થીઓ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં સારા હોદ્દા અને પદ ધરાવે છે. ત્યારે સી.આર. પાટીલે પોતે પણ એક સમયે આઈટીઆઈ ના વિદ્યાર્થી હતા અને આજે સાંસદ બન્યા હોવાની વાત કહી હતી તો સાથે જ જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલે પણ આ જ આઈટીઆઈમાંથી કોર્સ કર્યો હોવાની વાત કહી હતી.સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખે પણ વિદ્યાર્થી વયે ભૂતકાળમાં આઈટીઆઈનો કોર્ષ કર્યો હતો અને આજે સાંસદ બન્યા તેવું કહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવાની સાથે કાર્યક્રમને હળવો બનાવ્યો હતો. અનિશ્ચિતતાઓથી ભરેલા રાજકારણમાં સામાન્ય શિક્ષણ મેળવનાર કે ઓછું ભણેલો વ્યક્તિ કોઇપણ પદ પર જઈ શકે છે તેવું તેમનો કહેવાનો હેતુ હતો.બીલીમોરાની આંતલીયા રોડ પાસેની આઈટીઆઈનું આધુનિક અને નવા રંગરૂપ સાથે રૂ. ૩૨ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. જેમાં સાંસદ સી.આર.પાટીલ સહિત ધારાસભ્યો લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત હતા. જેમાં સી.આર. પાટીલે પોતે પણ એક સમયે આઈટીઆઈના વિદ્યાર્થી હતા અને સાંસદ બન્યા હોવાની વાત કહી હતી. તો સાથે જ જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ એ પણ આ જ આઈટીઆઈમાંથી કોર્સ કર્યો હોવાની વાત કહી હતી. એટલે સીઆર પાટીલે સ્ટેજ પરથી વિદ્યાર્થીઓને સલાહ આપી હતી કે જાે આઈટીઆઈ કરો તો તમે ધારાસભ્ય અને સાંસદ પણ બની શકો. આ વાત કહેતા હાજર વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો, મંત્રીઓ અને ધારાસભ્યોમાં હાસ્ય રેલાયું હતું.

CR-Patil.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *