Gujarat

બે ટેન્કરોમાંથી એસિડિક એસિડની ચોરી કરવામાં આવ્યાની ફરિયાદ

ભરૂચ
વડોદરાના રણોલી જી.આઈ.ડી.સી.માં આવેલ અગ્રવાલ રોડલાઈન્સના ખાતે રહેતા વિશાલકુમાર કિશોર શર્મા ક્રિષ્ના ઓટો સેન્ટર કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. જેઓની કંપનીના બે ટેન્કર નંબર-જી.જે.૧૨.એ.ટી.૩૧૭૭ અને જી.જે.૧૨.એ.યુ.૮૨૫૨માં અજય કુમાર ઉમાશંકર યાદવ તેમજ આત્મારામ શ્યામજી યાદવ ચાલક તરીકે ફરજ બજાવે છે. જેઓ બંને ગત તારીખ-૧૨મી મેના રોજ સુરતના હજીરા સ્થિત અદાણી પોર્ટ ખાતેથી એસિડિક એસિડ નંબર-જી.જે.૧૨.એ.ટી.૩૧૭૭માં ૨૪૯૯૦ અને જી.જે.૧૨.એ.યુ.૮૨૫૨માં ૨૫૦૨૦ કિલો ભરવામાં આવ્યું હતું અને બંને ચાલકે વાગરા તાલુકામાં આવેલ વિલાયત જી.આઈ.ડી.સી.ની જયુબિલિન્ટ કંપનીમાં આવા માટે નીકળ્યા હતા જેઓ બંને ૧૩મી મેના રોજ આવી ગયા હતા ટેન્કરો પાર્ક કરી મૂકી દીધા હતા. કંપનીના જનરલ મેનેજર ભુવનેશ્વરસીંગએ તપાસ કરતા બંને ટેન્કરોમાંથી ૧૦૬૨૯ કિલો કેમિકલ ઓછું હોવા સાથે તેમાં પાણી ઉમેરી દીધું હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ અંગે બંને ચાલકોને સંપર્ક કરાતા બંનેના મોબાઈલ સ્વીચ ઓફ આવતા બંને ચાલકોએ ૫.૮૪ લાખથી વધુનો કેમિકલનો જથ્થો માર્ગમાં જ સગેવગે કરી લીધો હોવાનું માલુમ પડતા કંપનીના મેનેજર દ્વારા વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.વાગરા તાલુકામાં આવેલ વિલાયત જીઆઈડીસીની જયુબિલિન્ટ કંપનીમાં આવતા બે ટેન્કરોમાંથી કુલ મળી ૫.૮૪ લાખનું એસિડિક એસિડ કેમિકલ સગેવગે કરાતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *