Gujarat

બે વર્ષ પહેલા ચિલોડા હાઈવે પર ૩૩ કિલો ગાંજાના કેસમાં ફરાર આરોપી પકડાયો

ગાંધીનગર
ગાંધીનગરના ચિલોડા-હિંમતનગર હાઈવે પર બે વર્ષ પહેલાં પકડાયેલા ૩૩.૦૫૧ કિલો ગાંજાના કેસમાં ફરાર આરોપી ઝડપાયો છે. ૨ વર્ષ પહેલા ગાંજાનો જથ્થો પકડાયો હતો તે સમયે ચિલોડા પોલીસે પીછો કરતાં રાજસ્થાન પાસિંગની કારનો ચાલક ૧.૯૮ લાખની કિંમતનો ગાંજાે મૂકીને ફરાર થઈ ગયો હતો. જેને પગલે પોલીસે ૨.૯૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ગુનો નોંધીને કાર્યવાહી હાથધરી છે. આ કેસમાં પોલીસે અગાઉ ધર્મેન્દ્રસિંહ ઉર્ફે રાજુ ચંદ્રસિંહ રાવલની ધરપકડ કરી હતી. જ્યારે જાેરાવરસિંહ સુમેરસિંહ રાજપૂત (ગરવાઈ, રાજસ્થાન) વોન્ટેડ હતો. ત્યારે ચિલોડા બ્રીજ પાસે આવ્યો હોવાની બાતમી મળતા જ પીઆઈ એમ. જી. જાડેજા સહિતના સ્ટાફે તાત્કાલિક ત્યાં પહોંચીને આરોપીને ઝડપી પાડ્યો હતો. રીઢા ગુનેગાર એવા જાેરાવરસિંહ સામે આર્મ્સ એક્ટ, અપહરણ સહિતના ૯ જેટલા ગુનો રાજસ્થાનના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે.

The-gangster-who-broke-the-glass-and-stole-Muddamal-was-caught-from-Nadiad.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *