આ સર્વે નંબર વાળી જમીનમાં મકાન/પ્લોટની લે-વેચ ન કરવા સીટી મામલતદારશ્રી દ્વારા અનુરોધ કરાયો
જામનગર તા.૧૨ મે, આથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે, જામનગર શહેરના બેડી ગામના રે.સ.નં.૪/૧ અને સ.નં.૪/૨ વાળી જમીન કલેકટરશ્રી, જામનગરના તા.૨૭-૧૦-૨૦૨૧ ના હુકમ નં.NA-BOC66/JMN/2/2020 થી સદરહું જમીન પૂર્વવત સ્થિતિમાં લાવવા માટે શરતભંગ કરેલ છે. જેથી આ સર્વે નંબર વાળી જમીનમાં આવેલ મકાન/પ્લોટની લે-વેચ ન કરવા આથી જાહેર જનતાને મામલતદારશ્રી જામનગર શહેર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
વિરેન્દ્રસિંહ પરમાર
