છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે મુસ્લિમ સમાજના પર્વ મોહરમ પર્વની ઉજવણી કોમી એકતા સાથે ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ રહી છે
ઇસ્લામિક કેલેન્ડરનો પ્રથમ માસ એટલે મોહરમ નો માસ. આ પ્રથમ માસના પહેલા ચાંદથી દસમાં ચાંદ સુધી મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની ઉજવણી માતમના પર્વ તરીકે કરવામાં આવે છે. આ પર્વ મોહરમ પર્વની ઉજવણી બોડેલી નગર સહિત આસપાસના ગામોમાં રહેતા મુસ્લિમ બિરાદરો દ્વારા દસ દિવસ માટે વિવિધ યુવા કમિટી દ્વારા કરબલા ની યાદમાં તેના પ્રતિક રૂપે કલાત્મક તાજીયા બનાવી આરૂઢ કરી દસ દિવસ સુધી નિયાઝ નું આયોજન કરવામાં આવે છે મહોરમ માસના નવમાં ચાંદે કતલની રાતે બોડેલી તેમજ તેની આસપાસના અલીપુરા, ઢોકલીયા અને બોડેલીમાં તાજીયાનું જુલુસ નિકાળવામાં આવશે
ઢોકલીયા થી બોડેલી થઈ અલીપુરા એસ.ટી.ડેપો સુધી તાજીયાનું ભવ્ય જુલુસ માં નગરના માર્ગો પર મુસ્લિમ સમાજના લોકો ખુબ મોટી સંખ્યામાં જોડાતા હોય છે નગરના માર્ગો પણ માનવ મહેરાણ થી હકડેઠઠ ભરેલા જોવા મળતા હોય છે
જ્યારે મોહરમના પહેલા ચાંદી જ બોડેલી નગરમાં અનેક જગ્યાઓ ઇમામ હુસેન ની યાદ માં નીયાજનું આયોજન કરવામાં આવ્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

