છોટાઉદેપુર એલ.સી.બી દ્વારા બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝોલાછાપ ડોકટરને ઝડપી પાડી કુલ કિ.રૂ.૩૨,૬૨૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.
છોટાઉદેપુર જીલ્લો આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે અહીંયાની ભોળી પ્રજામાં અભ્યાસનો અભાવ હોય જેથી આવી ભોળી પ્રજાને કોઇ છેતરી ન જાય અને તેઓના સ્વાસ્થય સાથે ચેડા ન કરે તે હેતું થી જીલ્લામાં ગેરકાયદેસર અને ડીગ્રી વગરના ડોકટરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ જે આધારે એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર ને બાતમી મળેલ કે બોડેલી પો.સ્ટે. વિસ્તારમાં આવેલ નાની બુમડી ગામે રહેતા મનહરભાઇ કનુભાઇ રાઠવાના મકાનમાં સત્યજીત શ્રીકાંતભાઇ મંડલ નામનો માણસ કોઇ પણ જાતની ડોકટર ડીગ્રી વિના પ્રેકટીશ કરે છે
અને ગામના તથા આજુ-બાજુના ગામના અભણ લોકોના સ્વાસ્થ સાથે ચેડા કરી એલોપેથીક દવાઓ આપી ઇન્જેકશનો મારી ડોકટર તરીકેનું કામ કરે છે. જેથી એચ.એચ.રાઉલજી નાઓ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે સદર જગ્યાએ રેઇડ કરતા સત્યજીત મંડલ હાલ રહે.નાની બુમડી બારીયા ફળીયા તા.બોડેલી જી.છોટાઉદેપુર મુળ રહે, પશ્રિમ બંગાળ ડોકટર તરીકેનું કામ કરતા મળી આવ્યો હતો અને તેની પાસેથી એલોપેથીક દવાઓ તથા ઇન્જેકશનો તથા અન્ય સાધનો સાથે કુલ કિ.રૂ. ૩૨,૬૨૦/- નો મુદ્દામાલ મળી આવતા બોડેલી પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ ઇસમ વિરૂદ્ધ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

