Gujarat

ભાલકા મંદિર નજીકના પૌરાણિક સમયથી આવેલા તળાવના નવસર્જન માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી

જયેશ પરમાર પ્રભાસ પાટણ સોમનાથ

——–
 તળાવના નવસર્જન માટે કેન્દ્ર સરકારશ્રીની અમૃત ૨.૦ યોજનામાંથી રૂા.૩.૬૦ કરોડ રૂપીયાની ગ્રાંટ ફાળવાવવામાં આવી
———
ગીર સોમનાથ. તા ૨૧: પૌરાણીક અને ઐતિહાસિક નગર એવા વેરાવળ–પાટણ શહેરમાં એક તરફ ભગવાન શિવ એટલે કે હરનું ધામ આવેલ છે તો બીજી તરફ ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે હરીનો દેહોત્સર્ગ આવેલ છે. આમ હર અને હરીની આ ભૂમીમાં બન્નેનો અનેરો સંગમ આદી અનાદી કાળથી થયેલો જોવા મળે છે. અતી પાવન એવી આ ભૂમીને ભગવાનશ્રી કૃષ્ણએ પોતાનો દેહત્યાગ કરવા માટે પસંદ કરી અને પ્રભુશ્રી માનવલોક માંથી પરલોકમાં સીધાવ્યા એવી આ ભુમીમાં ભાલકા તિર્થની તદન બાજુમાં પૌરાણીક સમયથી એક સુંદર તળાવ આવેલું છે. જેનું નવસર્જન કરવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે.
વેરાવળ–પાટણ નગરપાલિકા દ્વારા આ તળાવનું પુન:નિર્માણ કરવા કટીબધ્ધ થઇ સામાન્ય સભામાં મુદો લઇ આ કામે ખર્ચ મંજુર કરી શ્રી સોમનાથ ટ્રસ્ટને તળાવનું નવસર્જન કરવા પત્ર લખી કામગીરી કરવા મંજૂરી આપવા જણાવેલ અને આ કામે થનાર ખર્ચ પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે તેવી બાંહેધરી આપેલ અને સાથોસાથ રાજ્ય સરકારશ્રીમાં પણ ફંડ માટે જરૂરી રજૂઆતો કરવામાં આવી હતી.
આ રજૂઓતના ફળ સ્વરૂપે કેન્દ્ર સરકારશ્રીની અમૃત ૨.૦ યોજનામાંથી રૂા.૩.૬૦ કરોડ રૂપીયાની ગ્રાંટ અમૃત સરોવર મહોત્સવ યોજના હેઠળ સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે. શહેરની સાંસ્કૃતિક ધરોહર સમાન ભાલકા તિર્થના સરોવરના સર્વગ્રાહી અને પ્રાચિન સ્થાપત્યની વિભાવનાને અનુરૂપ પુન:નિર્માણ કરવા માટે નગરપાલિકા પ્રમુખશ્રી પિયુષભાઇ ફોફંડીએ વ્યક્તિગત રસ લઇ ફંડ મેળવવા તથા આગામી ટૂંક સમયમાં આ કામગીરી શરૂ થાય તે માટે મહેનત કરેલ હતી. આ ઉપરાંત શહેરના અન્ય બે તળાવો ગોદરશા તળાવ અને સોમનાથ સરોવરના પૂન:નિર્માણ માટે પણ કેન્દ્ર સરકારની અમૃત–૨.૦ યોજનામાં દરખાસ્ત કરવામાં આવેલ છે અને તે પણ થોડા સમયમાં મંજૂર થશે.
0000—-

BHALKA-TALAW.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *