Gujarat

ભુજમાં કચરો ઉપાડતા ટ્રેકટરમાં આગ લાગી

ભુજ
ભુજના ખાતર ડેપો ખાતે સુધારાઈના ટ્રેક્ટર દ્વારા શહેરમાંથી એકત્ર કરેલો કચરો ખાલી કરતા સમયે તેમાં આગ લાગી હોવાની જાણ થઈ હતી. જેના પગલે ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ફાયર વિભાગના વિશાલ ગઢવી, સુનિલ, રફીક ખલિફા, પિયુષ વગેરે કર્મચારીઓ આગ બુઝાવની કામગીરીમાં જાેડાયા હતા.ઉનાળામાં આગ લાગવાની ઘટનાઓમાં પ્રતિદિન વધારો જાેવા મળી રહ્યો છે. જેમાં ભુજ નગરપાલિકાના કચરો ઉપાડતા ટ્રોલી સાથેના ટ્રેક્ટરમાં કોઈ કારણોસર આગ લાગી ઉઠી હતી. જે કચરો ખાલી કરતા સમયે ચાલકના ધ્યાનમાં આવી હતી. આગની જ્વાળાઓએ ટ્રોલી બાદ ટ્રેક્ટરને પણ ચપેટમાં લઈ લીધું હતું. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર ટીમ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ફાયર ફાઇટરની મદદ વડે આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આગને કાબુમાં લીધી હતી. જાે કે આ સમય દરમિયાન ટ્રેક્ટર અને ટ્રોલીના ટાયર સળગી જતાં ભારે નુકશાન થયું હતું.

Damage-caused-by-fire-in-garbage-tractor.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *