છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લામાં મકરસંક્રાતિના તહેવારને અનુલક્ષીને જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રે ટશ્રી, છોટાઉદેપુરએ એક જાહેરનામા દ્વારા ચાઈનીઝ દોરી તથા તુકકલના (સ્કાકય લેન્ટર)ના અનઅધિકૃત વેંચાણ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામામાં જણાવ્યાક પ્રમાણે મકરસંક્રાતિના તહેવાર દરમિયાન લોકો દ્વારા પતંગ ચગાવવા માટે ચાઈનીઝ તુકકલ(સ્કાય લેટન્ટર્ન) તેમજ ચાઈનીઝ/સિન્થેટિક માંઝા/નાયલોન/સિન્થેટિક પદાર્થ/ચાઈનીઝ /માંઝા/પ્લાસ્ટીક દોરી/કાચ પાયેલી તથા અન્ય હાનિકારક પદાર્થથી કોટીંગ કરેલ હોય અને નોન બાયોડીગ્રેબલ હોય તેવી દોરીનો ઉપયોગ કરવામાં આવે છે. આવા તહેવાર દરમિયાન ઉપયોગમાં લેવાતી આ પ્રકારની દોરીથી પક્ષીઓ તથા માણસોને જીવલેણ ઈજાઓ થવાની સંભાવના રહેલી છે. માટે જાહેર જનતા, પશુ, પક્ષી, જાહેર/ખાનગી માલ મિલ્કીતને તેમજ પર્યાવરણને નુકશાન ન થાય અને જાહેર વ્યપવસ્થા ના હેતુ માટે સ્કાવય લેન્ટીર્ન ઉત્પા દન/વેચાણ અને ઉડાડવા પર તથા વેંચાણ કરવામાં આવે તે હકીકત ધ્યાને રાખી છોટાઉદેપુર જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના તમામ વિસ્તાપરમાં આ પ્રકારના બનાવટના ચાઈનીઝ તુકકલથી પક્ષીઓ તથા માણસોને કોઈપણ પ્રકારની ઈજા ન થાય તથા તેઓની સલામતી જળવાય અને કાયદો – વ્યવસ્થાણની પરિસ્થિ તિ સારી રીતે જળવાઈ રહે તે માટે જાહેર વ્યવસ્થાળના હેતુમાટે ચાઈનીઝ તુકકલ(સ્કાય લેટન્ટર્ન) તેમજ ચાઈનીઝ/સિન્થેટીક માંઝા/નાયલોન/સિન્થેટીક પદાર્થ/ચાઈનીઝ/માંઝા/પ્લાસ્ટીક દોરી, કાચ પાયેલી તથા અન્ય હાનિકારક પદાર્થથી કોટીંગ કરેલ હોય અને નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરીના અનઅધિકૃત વેચાણ/ ઉપયોગ કરવા પર આ જાહેનામાથી જિલ્લા મેજિસ્ટ્રેટના હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં તા.૮/૧/૨૦૨૨ થી ૩૧/૧/૨૦૨૨ સુધી મનાઈ ફરમાવવામાં આવે છે.
આ જાહેનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે..
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
