Gujarat

મને ગંગાસ્વરૂપા આર્થિક સહાય પેઠે મહિને રૂા. ૧૨૫૦ મળે છે ​

સરકારે સમાજના તમામ વર્ગોને ધ્યાનમાં રાખી તમામનો સમતોલ વિકાસ થાય એ પ્રકારની યોજનાઓ ઘડી સુચારૂ અમલીકરણ થકી છેવાડા, વંચિત લોકોના સુદ્રઢ વિકાસ સુનિશ્ચિત કર્યો છે. સરકારની એક વ્યક્તિકલ્યાણલક્ષી યોજના કેવી રીતે નોંધારાનો આધાર બની શકે એની મિશાલ નસવાડી તાલુકાના વર્ષાબેન તડવી છે જેને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના થકી વિધવા પેન્શનના માસિક રૂા. ૧૨૫૦ મળે છે.
​વર્ષાબેન તડવી છોટાઉદેપુર જિલ્લાના છેવાડે આવેલા નસવાડી તાલુકાના ભરૂચવાડી ગામના છે. તેઓ પોતે વિધવા છે. તેમને સરકારની ગંગાસ્વરૂપા આર્થિક યોજનાનો લાભ મળે છે. મહિને ૧૨૫૦ રૂપિયાની સહાય તેમના માટે એક મોટો આર્થિક સધિયારો સાબિત થઇ છે.
​માહિતી ખાતાની ટીમ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મને વિધવા પેન્શન પેઠે મહિને રૂા. ૧૨૫૦ની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે. આ સહાય સીધા મારા બેંક ખાતામાં જમા થાય છે એમ જણાવી તેમણે આ ૧૨૫૦ રૂપિયાની સહાય તેમના માટે શું અહેમિયત રાખે છે એ અંગે કહેતા તેમણે જણાવ્યું હતું કે, આ સહાયથી મારૂં જીવન ગુજરાન ચલાવવામાં આધારરૂપ થઇ પડે છે. મારા પરિવારને હું મદદરૂપ થઇ શકું છું એમ જણાવ્યું હતું.
​સરકારની એક યોજના માણસના જીવનમાં નવી આશાનો સંચાર જગાવે છે એ વાત વર્ષાબેન તડવીની વાતો પરથી સપષ્ટ થાય છે. તેમણે આગળ વાત ચલાવતા જણાવ્યું હતું કે, આવી સરસ યોજના લાવવા માટે હું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો હ્રદયથી આભાર માનું છું એમ જણાવ્યું હતું.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

facebook_1659604453538_6960885597894157944.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *