Gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૧૭મા શાળા પ્રવેશોત્સવનું ઉદ્‌ઘાટન કરશે

ગાંધીનગર
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બનાસકાંઠાની મહમદપુરા પ્રાથમિક શાળામાંથી ૧૭મા શાળા પ્રવેશોત્સવનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. આ અંગે વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ૧૮ હજાર ગામોની ૩૨,૦૧૩ સરકારી શાળાઓમાં બાળકોને આપવામાં પ્રવેશ આવશે. વર્ષ ૨૦૦૨ ધોરણ ૧ થી ૮ માં ડ્રોપઆઉટ રેશિયો ૩૭.૨૨ ટકા હતો, જે ૨૦ વર્ષ બાદ ઘટીને ૩.૦૭ ટકા થયો છે. પ્રાથમિક શાળાઓમાં બાળકોનો પ્રવેશ દર વર્ષ ૨૦૦૩-૦૪ માં લગભગ ૭૫ ટકા હતો, જે આજે વધીને ૯૯.૨૧ ટકા થયો છે. ગુજરાત સરકાર દ્વારા ૨૩ જૂનથી આગામી ત્રણ દિવસ એટલે કે ૨૩, ૨૪ અને ૨૫ જૂનથી તેના ૧૭મા શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ કાર્યક્રમની શરૂઆત બનાસકાંઠાના વડગામ તાલુકાની મહમદપુરા પ્રાથમિક શાળાથી કરવામાં આવશે. બીજા દિવસે મુખ્યમંત્રી તાપી જિલ્લાના નેઝર તાલુકાની રુમકિતલાવ પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશ કરાવશે અને કાર્યક્રમના અંતિમ દિવસે મુખ્યમંત્રી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મેમનગર પ્રાથમિક શાળાની મુલાકાત લઈને બાળકોને પ્રવેશ કરાવશે. કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી (વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨) આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ન હતું અને વર્ષ (૨૦૧૯-૨૦)માં ચક્રવાતને કારણે આ કાર્યક્રમનું આયોજન થઈ શક્યું ન હતું. રાજ્યના ૧૮,૦૦૦ ગામોની ૩૨,૦૧૩ પ્રાથમિક શાળાઓમાં ૧૭મા શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવશે. મુખ્યમંત્રીથી લઈને તમામમંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, રાજ્ય સરકારના તમામ ૈંછજી, ૈંઁજી, વરિષ્ઠ અધિકારીઓ વગેરે ત્રણ દિવસ (૨૩, ૨૪, ૨૫ જૂન, ૨૦૨૨)વિવિધ શાળાઓની મુલાકાત લેશે અને ધોરણ એકના બાળકોને શાળા પ્રવેશ કરાવશે. આ ત્રણ દિવસો દરમિયાન તેઓ દરરોજ ત્રણશાળાઓની મુલાકાત લેશે અને વાલીઓ, સમુદાયો અને શાળાઓને બાળકોની નોંધણી માટે પ્રેરિત કરશે. આ દરમિયાન, દર ત્રીજી શાળામાંક્લસ્ટરના રૂપમાં દરરોજ કાર્યક્રમની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે અને ૨૪ જૂને, બ્લોક હેડક્વાર્ટર ખાતે બ્લોક સ્તરની સમીક્ષા કરવામાંઆવશે. ગુજરાતની પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા અને આ કાર્યક્રમની વિશેષતાઓ વિશે વાત કરતાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,ગુજરાતના દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે જ અમારુ લક્ષ્ય છે. પ્રાથમિક શાળાઓમાં ભણવા આવતા આ બાળકો આપણા રાજ્યઅને દેશનું ભવિષ્ય છે. તેથી, એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે પોતાના સ્તરે સુનિશ્ચિત કરવાની આપણા સૌની સામૂહિકજવાબદારી છે. રાજ્ય સરકારનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અત્યાર સુધી સંપૂર્ણ રીતે સફળ સાબિત થયો છે. આ વખતે અમારું લક્ષ્ય ૧૦૦ટકા પ્રવેશયોગ્ય બાળકોની નોંધણી કરવાનું છે. ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પ્રવેશોત્સવના પહેલા દિવસે (૨૩ જૂન) મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાનીમુલાકાત લેશે અને ત્યાંની ત્રણ શાળાઓમાં બાળકોને પ્રવેશ કરાવશે. આ સાથે જ તેઓ અનુક્રમે ૨૪ અને ૨૫ જૂનના રોજ આણંદ જિલ્લાનાઉમરેડ તાલુકાની ત્રણ શાળાઓ અને નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની ત્રણ પ્રાથમિક શાળાઓની મુલાકાત લેશે અને ત્યાંના બાળકોનેપ્રાથમિક વર્ગોમાં પ્રવેશ કરાવશે. ગુજરાત સરકાર ૧૭મા શાળા પ્રવેશોત્સવમાં ૧૦૦ ટકા પ્રવેશયોગ્ય બાળકોની નોંધણી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જેના માટે રાજ્ય સરકારદ્વારા આરોગ્ય વિભાગના જન્મ નોંધણી ડેટા અને વિદ્યા સમીક્ષા કેન્દ્રની ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમને એકીકૃત કરવામાં આવશે. આમ કરવાથીરાજ્ય સરકાર જાેઈ શકશે કે, રાજ્યમાં કેટલા બાળકોનો જન્મ થયો છે અને તેમાંથી કેટલા પ્રવેશયોગ્ય બાળકોએ શાળામાં પ્રવેશ લીધો છે. આવખતે રાજ્ય સરકાર ૨ થી ૮ ના વર્ગોમાંથી છેલ્લા કેટલાક વર્ષોમાં વચ્ચેથી જ અભ્યાસ છોડી દેનારા બાળકોને યોગ્ય વર્ગોમાં ફરીથીશાળામાં દાખલ કરાવશે. આ સાથે જ ગેરહાજરી, સંભવિત ડ્રોપઆઉટ વગેરેને રોકવા માટે તમામ ખાનગી, ગ્રાન્ટેડ શાળાઓ અને સરકારીશાળાઓમાં નોંધાયેલા બાળકોની ૧૦૦ ટકા ડેટા એન્ટ્રી પણ કરવામાં આવશે.

India-Gujarat-Gandhinagar-Chief-Minister-Bhupendra-Patel-will-inaugurate-the-17th-School-Entrance-Ceremony.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *