દિવાળીના તહેવારો નિમિત્તે મુસાફરોની વધુ અવરજવરને ધ્યાને રાખીને તેમણે સવલત મળી રહે તે માટે જૂનાગઢ એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસ તા.૧૮/૧૦/૨૦૨૨ થી તારીખ ૩૦/૧૦/૨૦૨૨ સુધી દોડાવવામાં આવશે.
તહેવારોને ધ્યાનમાં રાખીને જૂનાગઢ એસટી નિગમ દ્વારા જૂનાગઢ બસ સ્ટેશન ખાતે ૨૪ કલાક રાઉન્ડ ક્લોક ૩ શિફ્ટમાં તેમજ પોરબંદર, વેરાવળ, ઉપલેટા, કેશોદ, ધોરાજી,બાંટવા, માંગરોળ, જેતપુર બસ સ્ટેશન ખાતે સવારે ૬ થી ૨૨ કલાક સુધી બે શિફ્ટમાં તેમજ વિસાવદર, મેંદરડા, બિલખા, રાણાવાવ, કુતિયાણા, ભાયાવદર, માળીયાહાટીના માટે ઓનલાઈન બુકિંગની સેવા શરૂ કરવામાં આવેલ છે.જેનો મુસાફરો એ વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
તેમજ સોમનાથ થી જૂનાગઢ, રાજકોટ, અમરેલી, પોરબંદર તેમજ જૂનાગઢ થી રાજકોટ, સોમનાથ, ભાવનગર, જામનગર, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ ગોધરા, દાહોદ,ઝાલોદ, વડોદરા, ભૂજ, મોરબી, સારંગપુર માટે એક્સ્ટ્રા સર્વિસો મુસાફરની અવરજવરને લઈને દોડાવવામાં આવશે. આ એક્સ્ટ્રા સંચાલનમાં ૧.૨૫ ટકા ભાડું લેવામાં આવશે એમ જૂનાગઢ એસ.ટી વિભાગીય નિયામક શ્રી જી.ઓ. શાહની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
