Gujarat

રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

  કેન્દ્રિય કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે વિશ્વ કોકોનેટ દિવસના અવસરે જૂનાગઢમાં ગુજરાતની પ્રથમ અને દેશની રાજ્યકક્ષાની છઠ્ઠી કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની ઓફિસનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે મંત્રીશ્રીએ વિશ્વ નાળિયેરી દિવસના અનુસંધાને કોચી (કેરળ) ખાતેના ખેડૂતોને વર્ચ્યુઅલી સંબોધિત કર્યાં હતા અને વિશ્વ નાળિયેર દિવસની શુભકામનાઓ પાઠવી હતી.

જૂનાગઢ શહેરના સરદાર બાગ ખાતેના બહુમાળી ભવનમાં કાર્યરત થયેલી કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની કચેરીના શુભારંભ પ્રસંગે રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડા, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા, ઈન્ચાર્જ કલેક્ટર શ્રી મિરાંત પરીખ સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Coconut-board-office-lokarpan-9.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *