Gujarat

વંથલી શહેરની મુખ્ય બજારમાં જ  આખલાઓના ધામા થી વંથલી પંથકના લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા……

વહીવટીતંત્ર આખલાઓના આંતકથી મુક્તિ અપાવવા વહેલી તકે આગળ આવે તેવી લોકમાંગ ઉઠવા પામી…
         સમગ્ર ગુજરાતભરમાં છેલ્લા ઘણા સમયથી આખલાઓનો આતંક સતત જોવા મળી રહ્યો છે.આખલાઓને કારણે સમગ્ર ગુજરાતભરમાં અનેક માસુમ લોકો આખલાની હડફેટે ચડી જતા મોતના મુખમાં ધકેલાયા છે.ત્યારે રાજ્યભરમાં ઓગસ્ટ મહિનામાં જ 446 લોકો આખલાની હડફેટે ચડી જતા નાની મોટી ઇજાઓ પોહચાડવાના બનાવો બન્યા છે.વધુમાં હાઇકોર્ટ દ્વારા પણ તંત્રની ઝાટકણી કાઢવામાં આવતા તંત્ર ઊંઘમાંથી આળસ મરડી અને સફાળુ જાગ્યું છે.પરંતુ જૂનાગઢ જિલ્લાના વંથલી શહેરના હાર્ડસમાં એવા મેમણ પ્લાઝા ચોક,આઝાદચોક,બોરડી ચોક,સહિત એસ.ટી.બસ સ્ટેશનની અંદર આખલાઓ રોડ વચ્ચે જ ધામાં નાખી બેઠા હોય છે.આ મુખ્ય વિસ્તારોમાં આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે.અવાર નવાર આખલાઓના અથડામણ ને કારણે વાહન ચાલકો, વેપારીઓ અને ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.હજુ થોડા દિવસો પહેલા જ જૂનાગઢ વંથલી રોડ પર આખલાની અડફેટે 19 વર્ષીય યુવાનનું મોત નિપજયુ છે.તેમ છતાં પણ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં સુતું હોય તેવું લાગી રહ્યું છે.ત્યારે વહીવટીતંત્ર હવે તો વહેલી તકે આ આખલાઓના આતંક થી છુટકારો અપાવવા આગળ આવશે કે પછી હજુ પણ માસુમ લોકો મોતના મુખમાં ધકેલાઈ તેની રાહ જોશે તે તો આવનાર સમય જ બતાવશે…
રિપોર્ટ:હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20220830_153358.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *