વડોદરા
વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલી શિવાધારા સોસાયટીના ડી બ્લોકની બીજા અને ત્રીજા માળની ગેલેરીનો ભાગ દરમિયાન ધરાશાયી થયો હતો. જેથી તેના કાટમાળામાં ચારથી પાંચ વાહનો દબાયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સ્ટેશન ફાયર ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે, ફાયરબ્રિગેડ દ્વારા એક્સટેન્સન લેડરની મદદથી ઇમારતના પાછળના ભાગેથી ૬ લોકોને રેસ્ક્યૂ કરી નીચે ઉતારવામાં આવ્યા હતા મારા દીકરાને સ્કૂલે મુકવા જવા જેવો દરવાજાની બહાર નિકળ્યો કે, ઉપરથી ગેલેરીનો સ્લેબ ધડાકાભારે તૂટીને પડ્યો. બે સેકન્ડ માટે રહી ગયો નહીં તો મને અને મારા દીકરાને ઇજાઓ થઇ હોત. આખી ઇમારત જ ખખડી ગઇ હોય તેમ લાગે છે. અમારી સોસાયટીમાં એથી લઇને ઇ સુદીના પાંચ ટાવર આવેલા છે. અહીં ડી અને ઇ ટાવરનું કામ ખૂબ નબળું છે અને તેમાં મોટી તિરાડો પડી ગઇ છે. જ્યા સુધી રિનોવેશન ન થાય ત્યાં સુધી જર્જરિત બ્લોક સિલ કરવા જાેઇએ. અમારી સોસાયટીની બહાર પણ એટલા દબાણ છે કે ફાયરબ્રિગેડની ગાડી અંદર નથી આવી શકતી. મારી કોર્પોરેશન અને કલેક્ટરને બે હાથ જાેડી વિનંતી કરુ છું કે અહીં આવી મુલાકાત કરો. આ સોસાયટી આશરે ૨૫ વર્ષ જૂની છે. ડી બ્લોકના સમારકામ માટે મીટિંગ કરી હતી અને આજે સવારે એ જ બ્લોકની ગેલેરી તૂટી પડી હતી. હું ઉંઘમાંથી જેવી ઉઠીને ગેલેરીમાં બહાર આવીને ઉભી હતી ત્યા સામેવાળા એક ભાઇએ કહ્યું કે અંદર જતા રહો ગેલેરીમાંથી નીચે રેતી પડે છે. જેની હું અંદર જઇ રહી હતી ત્યાં તો ગેલેરીનો ભાગ પડવા લાગ્યો. ડી બ્લોકના ત્રીજા માળની ગેલેરી તૂટી હતી અને તે બીજા માળની ગેલેરી પર ધડાકાભેર ખાબકી હતી. જેથી બીજા માળની ગેલેરી પણ તૂટી ગઇ હતી અને કાટમાળ નીચે પડેલા વાહનો પર પડ્યો હતો. શિવધારા સોસાયટીના ઇ બ્લોકમાં પણ હાલ મોટી તિરાડો પડેલી છે અને મોટી દુર્ઘટના સર્જાઇ શકે તેમ છે.વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી શિવધારા સોસાયટીમાં ચાર માળની ઇમારતનો બીજા અને ત્રીજા માળની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો. જેમાં સદનસબી કોઇ જાનહાની થઇ હતી. પરંતુ, ઉપરના માળે ફસાયેલા ૬ લોકોને ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. એક પિતા-પુત્ર અને મહિલાનો પણ સહેજમાં બચાવ થયો હતો. આ સોસાયટીના અન્ય બ્લોક પણ જર્જરીત હાલતમાં છે. સ્થાનિકના જણાવ્યા અનુસાર મીટીંગ થઇ હતી જેમાં ડી બ્લોકના સમારકામ વિશે વાત કરી હતી અને તેની ગેલેરી તૂટી પડી હતી.


