Gujarat

વડોદરામાં પાણીગેટ પાસે સાઇકલ મૂકવા બાબતે બે પરિવાર વચ્ચે મારમારી

વડોદરા
વડોદરા શહેરના પાણીગેટ ચૌધરીવાડ શાબરી મસ્જીદ પાસે રસ્તામાં સાઇકલ મૂકવા બાબતે વિવાદ બાદ બે પરિવાર વચ્ચે મારમારીની ઘટના બની હતી. આ મામલે સામ-સામે ફરિયાદ નોંધાઇ છે. વડોદરાના સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ચૌધરીવાડ શાબરી મસ્જીદ પાછળ રહેતા ઇકબાલ યુસુફભાઇ સારંખાવાલાને ઘરે તેમના સાઢુ ભાઇ સલીમભાઇ સાઇકલ લઇને મહેમાન તરીકે આવ્યા હતા. તેમની સાઇકલ ઘરની સામે રહેતા ઝહિરભાઇ વકીલના મકાન પાસે મુકી હતી. આ દરમિયાન યુનુસભાઇ યુસુફાઇ મેટરવાલા અને મહંમદઆરીફ યુસુફફાઇ મેટરવાલા ત્યાંથી પસાર થયા હતાં. જેથી આ રસ્તા મુકેલી સાઇકલ મામલે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી અને મારીમારી સુધી મામલો પહોંચ્યો હતો. જેમાં બંને પક્ષે સામ-સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Fighting-between-two-families-putting-bicycles.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *