Gujarat

વડોદરામાં પોલીસને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર સામે ફરિયાદ

વડોદરા
વડોદરાના જે.પી. રોડ પોલીસ સ્ટેશનના સરકારી વાહન સાથે અકસ્માત કરનાર આરોપીને લઈને પોલીસવાનના પોલીસ કર્મચારીઓ પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી મોહસીન હાજીભાઇ કડીવાલા (રહે. મરિયમ એપાર્ટમેન્ટ, યોગી કુટીર પાસે, તાંદલજા) બહાર આવ્યું હતું. અકસ્માત સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા મોહસીન ઉશ્કેરાયો હતો અને પી.એસ.આઈ સહિતના પોલીસ કર્મચારીઓને અપશબ્દો બોલીને ધમકી આપી હતી કે, મારી ઉપર ઘણા ગુના દાખલ છે, પોલીસથી ડરતો નથી. તાંદલજામાં રહું છું, પોલીસવાળા કેવી રીતે નોકરી કરે છે તે હું દેખું છું. મને જવા દો નહીં તો બધાને જાનથી મારી નાખીશ. આ દરમિયાન પોલીસ કામગીરીમાં અવરોધ ઊભો કરી પોલીસ સ્ટેશનમાંથી ભાગવા જતા અન્ય પોલીસ કર્મચારીઓએ ઝડપી પાડતા આરોપીએ વધુ ઉશ્કેરાઈ પોલીસ કર્મચારીઓને અપશબ્દો બોલી ધમકીઓ આપી હતી. ફરિયાદના આધારે જે.પી. રોડ પોલીસે આરોપી વિરુદ્ધ સરકારી કામગીરીમાં રુકાવટ, સરકારી કર્મીને ધમકી, અપશબ્દો બોલવા અને ધમકી આપવા બદલ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વડોદરા શહેરના જે.પી. રોડ પોલીસ સ્ટેશનના વાહન સાથે અકસ્માત કરનાર આરોપીએ પોલીસ સ્ટેશનમાં તોફાન મચાવી પોલીસ કર્મચારીઓને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીએ પોલીસ સ્ટેશનમાંથી નાસી છૂટવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *