Gujarat

વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા  એ  ઘાંટવડ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ની મુલાકાતે

 હાર્દિક કાનાબાર પ્રાચી
આજ રોજ કોડીનાર વિધાનસભા વિસ્તારમાં રાજનૈતિક પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત પધારેલ ગુજરાત સરકારનાં મંત્રીશ્રી કિરીટસિંહ રાણા સાહેબ સાથે કોડીનાર વિધાનસભાનાં અલગ અલગ વિસ્તારના હોદ્દેદારો,  કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો  કોડીનાર તાલુકાના ઘાટવડ ગામ માં જગ વિખ્યાત રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ની મુલાકાતે વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા પધાર્યા હતા ઘાટવડ ગામ ખાતે રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ માં આ મીટિંગ યોજવામાં આવી હતી જેમાં રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ના મહંત શ્રી 1008 મહામંડલેશ્વર મુક્તાનંદ ભારતી મહારાજ તથા ઘાંટવડ ગામના નવનિયુક્ત સરપંચ શ્રી અબદુલભાઇ મહેતર તથા  ગુજરાત મુસ્લિમ એકતા મંચ મુખ્ય પ્રવકતા શબ્બીર ભાઈ સેલોત તથા ઉપ સરપંચ શ્રી નટવર સિંહ મકવાણા તથા ઘાટવડ પંચાયત ન્યાય સમિતિના ચેરમેન અશોકભાઈ વાઢેર તથા ગીર સોમનાથ જીલ્લા ઉપપ્રમુખ ઈકબાલભાઈ ડાર તથા કોડીનાર તાલુકા ના લઘુમતિ મોરચાના ના પ્રમુખ ઈકબાલ ભાઈ ચૌહાણ તથા મુસ્લિમ સમાજના પટેલ આદમ ભાઈ ચૌહાણ તથા ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢ જિલ્લાના પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકી તથા કોડીનાર ના પૂર્વ ધારાસભ્ય શ્રી જેઠાભાઈ સોલંકી તથા જૂનાગઢ જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન સુરસીંગભાઈ મોરી તથા કોડીનાર ભાજપના પ્રમુખ ભગુભાઈ પરમાર તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા આજુબાજુ ગામના સરપંચો દ્વારા ફૂલ ના ગુલદસ્તા આવી મંત્રીશ્રી નું સન્માન કરવામાં આવ્યું હતું અને  હિન્દુ મુસ્લિમ ભાઈ યો અને ગ્રામ જનો તથા ઘાટવડ ગ્રામ પંચાયતના તમામ સદસ્યો એ હાજરી આપવામાં આવી હતી અને વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી અને રૂદ્રેશ્વર દાદાના દર્શન કર્યા હતા અને રૂદ્રેશ્વર ભારતી આશ્રમ મહાન શ્રી મુક્તાનંદ ભારતી મહારાજ ના આશીર્વાદ લીધા હતા અને ઘાટવડ ગામ ના વિકાસ ની પરીભાષા બદલનાર એવા ઘાટવડ નવનિયુક્ત એ સરપંચ શ્રી અબ્દુલ ભાઈ મહેતર ની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને આજુબાજુના ગામના સરપંચોને  પણ બોધ મળે તેવું તેના સંવાદ દ્વારા જણાવવામાં આવ્યું હતું

IMG-20220605-WA0029.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *