Gujarat

રાણપુર પાસે આવેલ લોયાધામ ખાતે આગામી તા.8 થી 12 પાંચ દિવસ શ્રી નંદભુવન ઉદ્ઘાટન મહોત્સવ યોજાશે….

તારીખ 8-6-2022 થી 12-6-2022 સુધી હનુમાનજી મહારાજના મંદિરની પુનઃપ્રતિષ્ઠા,સુવર્ણ સિહાસન ઉદ્ઘાટન, હરિભક્તોના ઉતારાનું ઉદ્ઘાટન,નુતન નંદભુવનનું ઉદ્ઘાટન,આરોગ્ય કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ,સાંસ્કૃતિક કાર્યક્રમો, સંતોના મુખે કથાવાર્તા જેવા દિવ્ય કાર્યક્રમો યોજાશે..
બોટાદ જીલ્લાના રાણપુર પાસે આવેલ લોયાધામ ખાતે આગામી તારીખ 8 થી 12 તારીખ સુધી પાંચ દિવસ શ્રી નંદભુવન ઉદ્ઘાટન મહોત્સવ યોજાશે.શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ. જ્યાં સ્વયં સ્વામિનારાયણ ભગવાને સુરાખાચર ની પ્રેમભક્તિ ને સખાભક્તિ વશ થઇ રસોઇયા બની શાક બનાવ્યું છે અને દિવ્ય શાકોત્સવ કર્યો છે. જ્યાં ઉપનિષદ સમા ૧૮ વચનામૃતોના અમૃતવચનો આજે પણ ગુંજારવ કરે છે. જ્યાં શ્રીજી મહારાજ અને પાંચસો પરમહંસો એ અવાર-નવાર દીવ્યલીલાઓ કરી છે. જ્યાની રજે રજ પ્રસાદીભૂત છે તે છે સ્વામિનારાયણ સંપ્રદાય નું કલ્યાણકારી તીર્થધામ લોયાધામ.
       લોયાધામ ભવસાગર પર કરવાની નોંકા છે. તેના દર્શનકરવાથી , જાત્રા કરવાથી જન્મ-જન્માંતર ના પાપ નાશ થાય છે ને મોક્ષ મળે છે.લોયાધામમાં આજે સફેદ આરસપહાણનું ૧૧૫ ફૂટ ઊંચું અને ૨૫૦ ફૂટ-લાંબુ પહોળું ગગનચુંબી ભવ્ય શિખરબદ્ધ મંદિર બની રહ્યું છે. અદભુત નકશી કામ , ભવ્ય કોતરણી,ઝરખા , મંડપ જેવા નયનરમ્ય દ્રશ્યો આકાર લઇ રહ્યા છે. આ તીર્થધામ ના મંદિરના દર્શન કરતા એ જીવનનો એક લાહવો છે.ત્યારે આગામી તારીખ 8-6-2022 થી 12-6-2022 ના દિવસે લોયાધામમાં ખુબ દિવ્યતા-ભવ્યતા પૂર્વક શ્રી નંદભુવન ઉદ્ઘાટન મહોત્સવનું આયોજન પણ કરવામાં આવે છે. જેમાં શ્રી હનુમાનજી મહારાજના મંદિરની પુનઃપ્રતિષ્ઠા , સુવર્ણ સિહાસન ઉદ્ઘાટન, હરિભક્તોના ઉતારાનું ઉદ્ઘાટન, નુતન નંદભુવનનું ઉદ્ઘાટન અને આરોગ્ય કેમ્પ, બ્લડડોનેશન કેમ્પ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સંતોના મુખે કથાવાર્તા અને પ્રવચનો જેવા દિવ્ય કાર્યક્રમો યોજાશે.આ ઉત્સવનો લાભ લેવા હરીભક્તો એ પધારવા જાહેર નિમંત્રણ આપવામાં આવ્યુ છે…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

IMG-20220603-WA0061.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *