Gujarat

વલસાડના જિલ્લાના ૧૫૦થી વધુ તલાટીઓ હડતાળ ઉપર

વલસાડ
વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યના તલાટી કમ મંત્રીઓ પોતાની પડતર માંગણીઓને લઈને છેલ્લા ૪ વર્ષ ઉપરાંતથી પડતર માંગણીઓને લઈને સરકારમાં રજુઆત કરતા આવ્યા છે. છેલ્લા ૪ વર્ષ માં રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં તલાટી કમ મંત્રીઓની માંગનીને યોગ્ય ન્યાય ન મળતા છેવટે ૧લી ઓગષ્ટથી વલસાડ જિલ્લા સહિત રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે. આજરોજ રાજ્યના તલાટી કમ મંત્રીઓની હડતાળને લઈને ગ્રામ પંચાયત લેવલના તમામ કામો અટવાશે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા આજરોજ તલાટી કમ મંત્રીની પડતર માંગણીઓ માટે રાજ્ય સરકારે પત્રકાર પરિષદ રાખીને રાજ્યના તલાટી કમ મંત્રીઓને તેમની પડતર માંગણી સંતોષવાની જાહેરાત કરી હતી. જે રાજ્યના તલાટી કમ મંત્રીઓની માંગણીઓએ સ્વીકારી ન હોવાનું જણાવી અચોક્કસ મુદ્દતની હડતાળ યથાવત રાખી છે.વલસાડ જિલ્લા સહિત રાજ્યના તલાટી કમ મંત્રી પોતાની પડતર માંગણીઓને લઈને આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે. જેના કારણે વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતથી થતા લોકોના કામો અટવાશે. રાજ્ય સરકાર દ્વારા જ્યાં સુધી તેમની તમામ માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની અચોક્ક્‌સ મુદ્દતની હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

File-02-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *