Gujarat

વલસાડમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવા ઝુંબેશ

વલસાડ
વલસાડ શહેરના ધરમપુર રોડ ઉપર મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિકને નડતર રૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મંગળવારે નગર પાલિકાએ નીરા કેન્દ્ર પાસેથી આરપીએફ ગ્રાઉન્ડ સુધી રોડની બંને તરફ કાયમી દબાણ કરી અડિંગઓ જમાવી દબાણ કરી રહેલા દબાણકર્તાઓના દબાણો દૂર કરી શહેરના મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક સમસ્યા દૂર કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. વલસાડ નગર પાલિકાએ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી હતી. નગર પાલિકાએ સીટી પોલીસ, માર્ગ અને મકાન વિભાગ અને રેલવે વિભાગને સાથે રાખીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. અને શહેરના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકને નડતર રૂપ કાચા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં ૨૦થી વધુ દબાણો દૂર કરીને ટ્રાફિક સમસ્યા નિવરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. નગર પાલિકાએ દબાણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરતા શહેરના મુખ્ય માર્ગો ઉપર દબાણ કર્તાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

Valsad-Municipality.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *