ગિરગઢડા તા
ભરત ગંગદેવ.
કેન્દ્ર સરકારના સુશાસનના ઝળહળતાં આઠ વર્ષ પૂરા થયા છે ત્યારે ૮ વર્ષની ઉપલબ્ધિ અન્વયેનો કાર્યક્રમ તા.૧૦-૬-૨૦૨૨ના રોજ રાજ્યકક્ષાના મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના કોમ્યૂનીટી હોલ ખાતે યોજાશે.
આ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ૧૩ જેટલી ફ્લેગશીપ યોજનાઓ જેવી કે, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ અને શહેરી), જલજીવન મિશન, આયુષ્માન ભારત કાર્ડ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વિમા યોજના, ભારત નેટ, કિસાન ક્રેડિટ કાર્ડ, અટલ પેન્શન યોજના, સ્વનિધીના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવશે તેમજ તેમના લાભાર્થીંઓના પ્રતિભાવ પણ જાણવામાં આવશે.
આ કાર્યક્રમનું સુચારુ આયોજન થાય તે અંગેની મિટિંગ જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને નાયબ કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. જેમાં સંબંધિત વિભાગના અધિકારી ઓને જરૂરી સુચનાઓ આપી કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન થાય તે અંગે રૂપરેખા ઘડવામાં આવી હતી.


