Gujarat

વોર્ડ નં. ૬ માં રૂ.૪૦૧૪૫૦૦/ ના ખર્ચે ટુંક સમયમાં સર્કલ અને LED સ્ટ્રીટ લાઇટ ઝળહળશે. તાલુકા શાળા પાસેથી માલધારી ચોક સુધી અને કન્યા છાત્રાલય પાસેથી કાણકીયા કોલેજના ગેઈટ સુધી સ્ટ્રીટ લાઇટના પોલ ઉભા કરાશે તેમજ સંસ્કાર મંદિર પાસે સર્કલ બનશે આમ દિપોત્સવી તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ભાજપ શાસિત સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નં. ૬ માં કામગીરીનો પ્રકાશ પથરાશે. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરી વિસ્તારના
જોઇશું, વિચારીશું જેવા શબ્દો જેની ડિક્ષનેરીમાં નથી તેવા જાગૃત નગરપાલિકા કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલના પ્રયત્નો સફળ : તેમના કાર્યકાળમાં અનેક ઝળહળતા કામ
સાવરકુંડલા શહેરી વિસ્તારમાં વોર્ડ નંબર ૬ ના મેઇન રોડ તાલુકા શાળા પાસેથી સંસ્કાર મંદિર સુધી રાત્રીના રોડ ઉપર અંધારુ હોય અને આ રોડ ઉપર અગાઉ લુંટ પણ થયેલ છે જેથી રાત્રે તેમજ વહેલી સવારે રાહદારીઓને તેમજ વોર્ડના રહેવાસીઓને મુશ્કેલી ન પડે તે માટે નગરપાલિકાના પ્રમુખ તુપ્તિબેન દોશી, પૂર્વ પ્રમુખ શ્રી રાજુભાઇ દોશી, ઉપપ્રમુખ શ્રી જયસુખભાઇ નાકરાણી ,તેમજ ચિફ ઓફીસરશ્રીને સાવરકુંડલા શહેરી વિસ્તારમાં વોર્ડ નંબર ૬ ના જાગૃત નગરપાલિકા કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલ, જયાબેન ચાવડા, નગમાબેન ઝાખરા દ્રારા રજુઆત કરતા અમારી માંગણી ધ્યાને લઇ UDP ૨૦૨૧/૨૨ ની ગ્રાન્ટ માંથી રૂ. ૨૦,૪૮,૫૦૦ ના ખર્ચે તાલુકા શાળા પાસેથી માલધારી ચોક તે ભાવના સોસાયટી અને ફેન્ડ સોસાયટીવાળો રોડ ઉપર LEDસ્ટ્રીટ લાઇટની વહીવટી મંજૂરી માંથી આવી ગયેલ છે હવે તેની ટેન્ડર પ્રક્રિયા કરી એજન્સીને કામ આપશે તેમજ સંસ્કાર મંદિર પાસે સબસ્ટેશન છે ત્યા સ્વણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના સને. ૨૦૧૮/૧૯ ની ગ્રાન્ટમાંથી રૂ.૪,૨૪૦૦૦/ના ખર્ચે સર્કલ પણ બનશે અને કન્યા છાત્રાલય પાસેથી કોલેજના ગેઈટ સુધી બચત રકમ માંથી રૂ. ૧૫૪૨૦૦૦/હજારના ખર્ચે LED સ્ટીટલાઇટ હમણા થોડાક દિવસોમાં નખાશે જેનો વર્ક ઓર્ડર પણ એજન્સીને અપાઇ ગયો છે.વધુમાં લોકોના પ્રશ્નો માટે સતત જાગૃત અને જોઇશું, વિચારીશું જેવા શબ્દો જેની ડિક્ષનેરીમાં નથી તેવા નગરપાલિકા કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલે જણાવ્યું છે કે હવે આવનારી ગ્રાન્ટમાંથી સ્ટીટલાઇટના પોલમા સી. સી. ટીવી કેમેરા લગાવવાની પણ અમારી માંગણી છે. હાલમાં આ બન્ને રોડ ઉપર વૃક્ષો પણ વાવી રહયા છીએ અને સોસાયટીના મેઇન રસ્તાઓ ઉપર પણ વૃક્ષો વાવવામાં આવશે વોર્ડ નંબર ૬ ના વિસ્તારના લોકો વતી વિસ્તારના પ્રતિનિધિ તરીકે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ અધિકારીશ્રીઓનો આભાર માનીએ છીએ તેમ અખબારી યાદીમાં જણાવાયું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *