Gujarat

શેરપુરા નજીક વીફરેલાં ટોળાએ બે બસને સળગાવી દીધી

ભરૂચ
દહેજ બાયપાસ રોડ પર ભરૂચના શેરપુરા ગામ નજીક માર્ગ પરથી પસાર થતી કોઈ કંપનીની લકઝરી બસે ૫૫ વર્ષીય રુસ્તમ આદમ માંચવાલાને અડફેટે લીધો હતો. અકસ્માતમાં એક બસમાંથી ઊતરી રસ્તો ક્રોસ કરી જઈ રહેલા ડ્રાઈવરનું બીજી બસથી મોત થતાં રોષે ભરાયેલા સ્થાનિક લોકોનાં ટોળેટોળાં રસ્તા પર ઊતરી આવ્યાં હતાં. માર્ગ પર ટોળાંએ ચક્કાજામ કરી અકસ્માત સર્જક લકઝરી બસમાં તોડફોડ કરી એતેને આગને હવાલે કરી દીધી હતી. આટલેથી જ ટોળાંએ નહિ અટકી અન્ય એક લકઝરી બસમાં પણ આગ ચાંપવા સાથે અરાજકતા અને ભયનું વાતાવરણ સર્જી દીધું હતું. કિશન ભરવાડની હત્યા વચ્ચે ઘટનાને લઈ ભરૂચમાં જાેતજાેતાંમાં અફવા બજાર ગરમ થઈ ગયું હતું. બીજી તરફ દહેજ બાયપાસના શેરપુરા રોડ નજીક ભડકે બળતી ૨ લકઝરી બસ વચ્ચે ટોળાંના રસ્તા જામથી દહેજ, જંબુસર તેમજ હાઇવે અને ભરૂચ તરફથી આવતો ટ્રાફિક પણ અટકી ગયો હતો. જાેતજાેતાંમાં રસ્તા પર બન્ને તરફ વાહનોની લાંબી કતારો લાગવાની શરૂ થઈ ગઈ હતી. ભરૂચ પોલીસનો કાફલો અને ફાયરબ્રિગેડ સહિત ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડતી થઈ ગઈ હતી. પોલીસે માંડ માંડ મામલો થાળે પાડી રોષે ભરાયેલાં ટોળાંને વિખેરવાની કામગીરી હાથ ધરી છે. સળગતી બસોને ફાયર ફાઈટરોએ બુઝાવવાની કવાયત આરંભી હતી. ઘટના બાદ વધુ વિગતો બહાર આવી શકે તેમ છે. લકઝરી બસમાં સવાર કંપનીના કર્મચારીઓ અને અન્ય મુસાફરો પોતાના જીવ બચાવવા સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતાં તેમનો બચાવ થયો હતો.

The-bus-caught-fire.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *