અમદાવાદ
અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં વિરલ મુકુદભાઇ શાહ પરિવાર સાથે રહે છે.વિરલ મહેસાણા કુકરવાડા ખાતે જીસ્કોલ એલોઇજ લિમિટેડનાનામથી સ્ટીલની ફેક્ટરી ધરાવી વેપાર કરે છે. ૧૪મેના ભૌમિક ઠક્કરનો ફોન કોલ આવ્યો હતો અને જણાવ્યુ હતુ કે, વસંત વિહાર બંગલો જનકાર સોલંકી આવવાના છે તો સ્કોડાના શો રુમ બાબતે ચર્ચા કરવાની છે.વિરલ શાહ વસંત વિહાર બંગલો ગયા ત્યારે ભૌમિક ઠક્કર, જનકાર સોલંકી હાજર હતા. થોડા સમય બાદ એડવોકેટ આઇ એચ સૈયદ, રવિ ચૌધરી, કુરેન અમીન અને ઇક્ષિત અમીન આવ્યા હતા. સ્કોડાના શો રુમની જગ્યા બાબતે કુરેન અમનએ સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. જેમાં કુલ ૨૬ આરોપીના નામ હતા તેમાં વિરલ શાહનું નામ પણ હતુ. દરમિયાનમાં હાઇકોર્ટમાથી ૨૦૨૨મા વિરલ શાહનું નામ રદ થઇ ગયુ હતુ. આ બેઠકમાં તેઓએ એવું દરમિયાનમાં એગ્રીમેન્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો જેમા શોરૂમને નુકસાન થવાની તમામ જવાબદારી વિરલ શાહના નામે હતી. વિરલ શાહે આ પ્વિરકારનો કરાર કરવાની ના પાડતા શખ્સો ઉશ્કેરાયા હતા. તેમણે વિરલ શાહ અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી અને તેની સામે દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવીશું તેમ કહીને માર માર્યો હતો. વિરલ શાહ બહાર નિકળી ભાગી તેમની કારમાં બેસી ભાગી ગયા આ શખસોએ પીછો કરી પકડવાની કોશીષ કરી પરંતુ તેઓ ભાગવમાં સફળ હ્યા હતા. આ અંગે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ભૌમિક ઠક્કર, જનકાર સોલંકી, આઇ.એચ. સૈયદ, કુરેન અમીન અને ઇક્ષિત અમીન સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જણાવ્યું હતું કે ફરિયાદના આરોપી ભૌમિક ઠક્કર અગ્રણી રાજકીય આગેવાન શંકરસિંહ વાઘેલાના પીએ છે.રાજકીય આગેવાન તો તેમના કાર્યો માટે બદનામ હોય જ છે, પરંતુ તેમના મળતિયા પણ કંઇ ઓછા હોતા નથી. સાદી ભાષામાં તેને ચા કરતાં કિટલી ગરમ કહેવાય છે. અગ્રણી રાજકીય આગેવાન શંકરસિંહ વાઘેલાના પીએ ભૌમિક ઠક્કર સામે વેપારીને માર મારવાની ફરિયાદ પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ફક્ત વાઘેલાના પીએ ભૌમક ઠક્કર જ નહી, એડવોકેટ આઇ એચ સૈયદ સહિતના શખ્સો સામે એસજી હાઇવે પર સ્કડોના શોરૂમ બાબતે મારામારી, કાવતરુ, ધમકી સહિતની કલમો હેઠળ પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. શોરૂમ બાબતે થયેલી માથાકૂટમાં ભૌમિક ઠક્કરના કહેવાથી વેપારીને શંકરસિંહ વાઘેલાના બંગલો વસંતવિહાર ખાતે બોલાવી માર મારવામાં આવ્યો હતો, આ અંગે પોલીસે વધુ ફરિયાદ હાથ ધરી છે.


